દરેક મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : સુરતમાં અમરોલી વિસ્તારમાં ગેલેરીમાં કપડાં સુકાવતી મહિલા સાથે કંઈક એવું બન્યું કે…પરિવારના લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય…

Published on: 5:28 pm, Wed, 1 March 23

સુરત શહેરમાં અમરોલી વિસ્તારમાં બનેલી એક દુખદ ઘટના સામે આવી રહી છે. આ કિસ્સો બાલ્કનીમાં કપડાં સૂકવતી દરેક મહિલાઓ માટે ચેતવણી સમાન છે. અમરોલી વિસ્તારમાં બાલ્કનીમાં કપડાં સૂકવતી મહિલા સાથે કંઈક એવું બન્યું કે પરિવારના સભ્યો આઘાતમાં સરી પડ્યા છે. વિગતવાર વાત કરીએ તો અમરોલી વિસ્તારમાં એક પરીણીતા પોતાના ઘરની બાલકનીમાં રોજની જેમ કપડા સુકાવી રહી હતી.

આ દરમિયાન અચાનક જ મહિલા સાથે કંઈક એવું બન્યું કે તે પાંચમા માળેથી સિધી નીચે પડી હતી અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બની આબાદ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા અને પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. માત્ર 26 વર્ષની પરિણીતાનું મોત થતા તેના પરિવારજનો અને સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરત શહેરના અમરોલી વિસ્તારમાં શ્રીજી પૂજન રેસીડેન્સીમાં ફેબ્રિકેશનનો ધંધો કરતા મયુર ત્રિવેદીની પત્નીનું પાંચમા માળેથી નીચે પડવાના કારણે મૃત્યુ થયું છે. મયુર ત્રિવેદીની પત્ની કૃપા દરરોજની જેમ ઘરની બાલ્કની માં કપડાં સુકાવી રહી હતી.

ત્યારે અચાનક જ કપડાં સૂકવવાની દોરી તૂટી ગઈ અને કૃપા પાંચમા માળેથી નીચે પડી ગઈ હતી. આ કારણસર કૃપા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન કૃપાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

વિગતવાર વાત કરીએ તો મૂળ ગીર સોમનાથ જિલ્લાના બંધારડ ગામના વતની અને હાલમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલા શ્રીજી પૂજન રેસીડેન્સી ખાતે રહેતા મયુરભાઈ પોતાની પત્ની સાથે રહીને પરિવારનો ગુજરાન ચલાવતા હતા. 18 તારીખના રોજ મયુરભાઈના પત્ની કૃપાબેન ઘરની ગેલેરીમાં કપડાં સુકાવી રહ્યા હતા.

આ દરમિયાન અચાનક જ દોરી તૂટતા તેઓ પાંચમા માળેથી નીચે પડ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ત્યારે આજ રોજ સારવાર દરમિયાન કૃપાબેન ને પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દરેક મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : સુરતમાં અમરોલી વિસ્તારમાં ગેલેરીમાં કપડાં સુકાવતી મહિલા સાથે કંઈક એવું બન્યું કે…પરિવારના લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય…"

Leave a comment

Your email address will not be published.


*