લીંબડીમાં બે આખલાની લડાઈમાં સ્કૂલે જતો માસુમ બાળક ચુંદાઈ ગયો, બાળકનું રિબાઈ-રિબાઈને મોત… હે ભગવાન આવા દિવસો કોઈ પરિવારને ન બતાવતો..!

Published on: 6:31 pm, Wed, 1 March 23

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રખડતા ઢોરની અડફેટેમાં આવવાના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં લીંબડીમાં આખલાની અડફેટેમાં આવતા માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર બાળક ધોરણ એકમાં અભ્યાસ કરતો હતો અને ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. રખડતા ઢોરના કારણે દીકરાનું મોત થતાં પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો લીંબડીના ટિંબલા ગામે બે રખડતા આખલાઓ વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી.

આ દરમિયાન વીરાજ મેટાળીયા નામનો માસુમ બાળક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રખડતા આખલાએ વિરાજને અડફેટેમાં લીધો હતો. આ ઘટનામાં વિરાજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યાર પછી માસુમ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. માસુમ દીકરાનું મોત થતાં પરિવાર અને અન્ય સંબંધીઓમાં માતમ છવાઈ ગયું હતું.

વિરાજ ધોરણ એકમાં અભ્યાસ કરતો હતો અને તે સ્કૂલે જઈ રહ્યો હતો ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. સમગ્ર ઘટના બાદ સ્થાનિક લોકો અને વિરાજના ગામના લોકો ભારે રોષમાં ભરાયા છે. આ ઉપરાંત સ્થાનિક લોકોમાં ભારે ડરનો માહોલ પણ જોવા મળ્યો છે. સમગ્ર ઘટના બન્યા બાદ વહીવટી તંત્રની કામગીરી ઉપર ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે.

રખડતા ઢોરના કારણે આજે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. દિવસેને દિવસે સતત આવી ઘટનાઓ વધી રહી છે. છતાં પણ એક પણ શહેરની મહાનગરપાલિકાની ટીમ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લીંબડીમાં બે આખલાની લડાઈમાં સ્કૂલે જતો માસુમ બાળક ચુંદાઈ ગયો, બાળકનું રિબાઈ-રિબાઈને મોત… હે ભગવાન આવા દિવસો કોઈ પરિવારને ન બતાવતો..!"

Leave a comment

Your email address will not be published.


*