રસ્તાની વચ્ચોવચ આ વ્યક્તિએ પોતાના શરીર પર આગ લગાવી, ત્યારબાદ કંઈક એવું થયું કે…હિમ્મત હોય તો જ આખો વિડિયો જોજો…

Published on: 6:03 pm, Sat, 3 December 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાના શરીર ઉપર રસ્તાની વચ્ચોવચ આગ લગાવી દીધી હતી. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો રસ્તાની વચ્ચે ઉભો રહીને એક વ્યક્તિ પોતાના શરીર ઉપર આગ લગાવી દે છે.

આ ઘટના બનતા આજે ચારેબાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આ ઘટના રાજસ્થાનના ભીલવાડામાં શુક્રવારના રોજ સાંજના સમયે બની હતી. અહીં એક યુવક પોતાના ઘરની બહાર રસ્તા ઉપર વચ્ચોવચ ઉભો રહે છે. ત્યારબાદ પોતાના શરીર ઉપર ડીઝલ છાંટીને પોતાના શરીરને આગ લગાવી દે છે.

આ ઘટનાની જાણ થતા યુવકની માતા ઘરની બહાર દોડી આવે છે અને દીકરાને બચાવવા માટે તેના શરીર ઉપર માટી ફેકવા લાગે છે. આ ઘટના બની ત્યારે આસપાસ ઉભેલા લોકો યુવકની મદદ કરવાની જગ્યાએ તેનો વિડીયો ઉતારી રહ્યા છે. મળતી માહિતી અનુસાર જમીનના વિવાદને લઈને અહીં ગામના બે પરિવાર વચ્ચે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા હતા.

શુક્રવારના રોજ સાંજના સમયે બંને પરિવાર વચ્ચે વિવાદો થયા હતા અને બંને એકબીજા પર પ્રહાર કર્યા હતા. આસપાસના લોકોની સામે થયેલી માથાકૂટ અને દૂર વ્યવહારના કારણે છોટુ નામનો યુવક પોતાને અપમાનિત અનુભવી રહ્યો હતો. ગુસ્સામાં આવીને તેને પોતાના શરીર ઉપર આગ લગાવી દીધી હતી.

આ ઘટના બનતા જ યુવકની માતા અને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. કેટલાક લોકો યુવકને બચાવવાની જગ્યાએ તેનો વિડીયો ઉતારી રહ્યા હતા. જ્યારે કેટલાક લોકો યુવકને બચાવવા માટે તેના શરીર ઉપર પાણી નાખી રહ્યા હતા અને યુવકની માતા પણ યુવકના શરીર ઉપર લાગેલી આગને બુજાવવા માટે માટી નાખી રહી હતી.

ઘણા સમય બાદ યુવકના શરીર ઉપર લાગેલી આગને બુજાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં યુવકની સ્થિતિ ખૂબ જ ગંભીર છે તેવું કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. તપાસ પૂર્ણ થઈ ગયા બાદ ઘટનાની ચોક્કસ માહિતી સામે આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તાની વચ્ચોવચ આ વ્યક્તિએ પોતાના શરીર પર આગ લગાવી, ત્યારબાદ કંઈક એવું થયું કે…હિમ્મત હોય તો જ આખો વિડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*