ગોંડલમાં પરિવારની એકની એક લાડલી દીકરીએ ચુંદડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો..!

Published on: 10:54 am, Sun, 19 March 23

ગુજરાત રાજ્યમાં અવારનવાર અનેક જીવ ટૂંકાવાના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ત્યારે છેલ્લા થોડાક સમયથી શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ધોરણ 11 માં ભણતી એક વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

આ કિસ્સો ગોંડલમાંથી સામે આવી રહ્યો છે. દીકરીનું મોત થતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. વિગતવાર વાત કરી હતો ગોંડલ તાલુકાના આંબરડી ગામે રહેતી 17 વર્ષની દીકરીએ પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. આ ઘટના બનતા જ સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલી દીકરીનું નામ પૂજા રવજીભાઈ પરમાર હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. પૂજા ધોરણ 11માં અભ્યાસ કરતી હતી.

મળતી માહિતી અનુસાર પૂજા માનસિક બીમારીથી ખૂબ જ પીડાતી હતી આ કારણોસર તેને સવારે પોતાના ઘરે પંખાના હુકમાં ચૂંદડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. દીકરીનું મોત થતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રુદન કર્યું હતું.

સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, દીકરી માનસિક બીમારી થી પીડાતી હતી અને તેની સારવાર જામનગરની સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી. દીકરીના પિતા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે અચાનક જ પરિવારને એકની એક લાડલી દીકરીએ આ પગલું ભરતા જ પરિવાર ઉપર શોકનું મોજુ ફરી વળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગોંડલમાં પરિવારની એકની એક લાડલી દીકરીએ ચુંદડી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો..!"

Leave a comment

Your email address will not be published.


*