અમદાવાદમાં એક બેકાબૂ ડમ્પર ચાલકે પોલીસકર્મીને લગાવી જબરદસ્ત ટક્કર, પોલીસકર્મીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 5:47 pm, Wed, 16 February 22

અમદાવાદમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક પોલીસકર્મી એ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર બેફામ બનેલા એક ડમ્પર ચાલકે પોલીસકર્મીને અડફેટેમાં લીધો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલ ફાટક પાસે ગઇકાલે મોડી રાત્રે બની હતી.

અહીં પોતાનું બુલેટ લઈને પસાર થઈ રહેલા પોલીસકર્મીને એક બેફામ બનેલા ડમ્પર ચાલકે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં પોલીસ કર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ કારણોસર તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પોલીસ જવાન ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

મળતી માહિતી અનુસાર રણાસર ફાટક નજીક આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં રોહનસિંહ રાઠોડ નામના પોલીસકર્મીનું કરૂણ મૃત્યુ થયું છે. પોલીસકર્મીના મૃત્યુ બાદ તેમના મૃતદેહને વતન ખાતે લઈ જવામાં આવ્યું હતું.

જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.  પોલીસકર્મીનું મૃત્યુ થતાં પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં છોકરી નું વાતાવરણ છવાઇ ગયું હતું. તેઓ ગઈ કાલે પોતાની પોતાનું બુલેટ લઈને જઈ રહ્યા હતા.

ત્યારે બેફામ બનેલા ડમ્પર ચાલકે તેમને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં એક બેકાબૂ ડમ્પર ચાલકે પોલીસકર્મીને લગાવી જબરદસ્ત ટક્કર, પોલીસકર્મીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*