“મને ઘરે જ બોલતા ન આવડે ટ્યુશનમાં ન આવડે” સુરતના આ ટેણિયાની કાલી ઘેલી વાતો સાંભળીને મોજ પડી જશે…જોવો વિડિયો…

Published on: 4:25 pm, Sun, 5 March 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને તમે સોશિયલ મીડિયા પર નાના બાળકોના ઘણા વિડીયો જોયા હશે. જેમાં બાળકો પોતાની ક્યુટ હરકતોથી લાખો લોકોનું દિલ જીતી લેતા હોય છે. જ્યારે અમુક વખત તો નાના બાળકોની ક્યુટ હરકત જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ.

ત્યારે આજે આપણે તેવા જ એક નાનકડા બાળકના વાયરલ થયેલા વિડીયો વિશે વાત કરવાના છીએ. વાયરલ થયેલા વીડિયોમાં નાનકડા બાળકની કાલી ઘેલી વાતો સાંભળીને તમારું દિલ પણ ખુશ થઈ જશે. આ નાનકડા એવા બાળકોનો વિડીયો આજથી ઘણા સમય પહેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

જેમાં બાળક પોતાના ક્યુટ અવાજમાં એવી વાત બોલ્યો હતો કે જેની ઉપર તો ઘણા બધા રિલ્સ અને વિડિયો પણ બન્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે નાનો પડે એવો બાળક બોલી રહ્યો છે કે “મને ઘરે જ બોલતા આવડે ટ્યુશનમાં મને બોલતા ન આવડે”.

આ ઉપરાંત બાળક ટ્યુશનમાં પોતાના ટીચરને કહે છે કે મને ટ્યુશનમાં મજા આવતી નથી. મિત્રો તમને જણાવી દઈએ કે આ નાનકડો એવો બાળક સુરતના કોસમાડા ગામનો રહેવાસી છે. તેનું નામ રામ નિરવભાઈ કેવડિયા છે. રામ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને પછી તો રામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ફેમસ થઈ ગયો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રામ પોતાના ટીચરને કહી રહ્યો છે કે, તમારે મને પંખે લટકાડવો હોય તો લટકાવવા દેજો મારા દાદા આવશે ત્યારે હું પાછો વહી જઈશ.

આ નાનકડા એવા બાળક નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકોને તો વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને ઘણા લોકો બાળકનો ક્યૂટ અવાજ સાંભળીને ખડખડાટ હસી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "“મને ઘરે જ બોલતા ન આવડે ટ્યુશનમાં ન આવડે” સુરતના આ ટેણિયાની કાલી ઘેલી વાતો સાંભળીને મોજ પડી જશે…જોવો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*