હવા કરવી ભારે પડી ગઈ..! યુવકે વિડીયો બનાવવાના ચક્કરમાં નેશનલ હાઈવે પર કર્યો એવો જોખમી સ્ટંટ કે…વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે…

Published on: 4:50 pm, Sun, 5 March 23

મિત્રો તમે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર જોખમી સ્ટંટના વિડીયો જોતા હશો. આજકાલના યુવાનો સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે ન કરવાની વસ્તુ ઘણી વખત કરીને બેસતા હોય છે. જ્યારે ઘણા યુવકો જોખમી સ્ટંટનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર ફેમસ થવા માંગતા હોય છે.

ત્યારે નેશનલ હાઈવે ઉપર એક યુવકે કરેલા જોબની સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બોડી બિલ્ડર યુવક હાઇવેની વચ્ચોવચ ઉપર લટકાઈને જોખમી સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.

આ વિડીયો વાયરલ થયા બાદ જ પોલીસમાં આવી ગઈ હતી અને પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી દીધી હતી.શુક્રવારના રોજ સાંજના સમયે જોખમી સ્ટંટ કરી રહેલા યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર આ વિડીયો અજમેરના મદનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળના નેશનલ હાઈવે 8નો છે.

હેવામાં આવી રહ્યું છે કે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વિડિયો લગભગ 15 દિવસ જૂનો છે. જેમાં તમે જોઈ શકો છો કે, એક યુવક નેશનલ હાઇવે 8 પર નસીરાબાદ કલ્વર્ટ પાસે સિગ્નલ બોર્ડ પર લટકીને જોખમી સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.

આ યુવક પોતાની બોડી બતાવવા માટે સિગ્નલ બોર્ડ પર લટકીને પુશ-અપ્સ કરતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ જોક્સ કરનાર યુવકનું નામ નૌરત ગુર્જર છે અને તેની ઉંમર 20 વર્ષની છે. પોલીસે યુવકની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી દીધી છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જો આ જોખમી સ્ટંટ કરતી વખતે યુવકથી જરાક પણ ભૂલ થઈ હોત તો તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત. છતાં પણ દિવસેને દિવસે આવા જોખમી સ્ટંટના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થતા જોવા મળી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હવા કરવી ભારે પડી ગઈ..! યુવકે વિડીયો બનાવવાના ચક્કરમાં નેશનલ હાઈવે પર કર્યો એવો જોખમી સ્ટંટ કે…વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*