અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે ચારે બાજુ પાણી ભરાયાં, ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ – જુઓ વિડિયો

Published on: 10:23 am, Mon, 11 July 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદમાં રવિવારના રોજ ધોધમાર વરસાદ પડવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિઓ સર્જાય છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદી પાણી સોસાયટી અને મકાનમાં ઘૂસી ગયા છે.

જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રસ્તા પર ભરાયેલા પાણીમાં વાહનો ફસાઈ જવાની બાબત સામે આવી રહી છે. ત્યારે પ્રહલાદ નગર રોડ સ્થિત વ્રજવિહારે એપાર્ટમેન્ટમાં ગજબની ઘટના જોવા મળી હતી. અહીં બેઝમેન્ટમાં તળાવનું પાણી ઘૂસી ગયું છે.

જેના કારણે બેઝમેન્ટમાં પડેલી ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે. અમદાવાદમાં એક રાતમાં જ 14 ઇંચ વરસાદ ખાબકીઓ છે. જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાના કારણે શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 14.29 ઈંચથી પણ વધારે વરસાદ પડ્યો છે.

મોડી રાત્રે ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાના કારણે વહેલી સવારથી જ અમદાવાદવાસીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારના રોજ મોડી રાત્રે 2 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજમાં ત્રણ ઇંચેથી પણ વધારે વરસાદ પડ્યો છે.

ત્યારે અમદાવાદનો આ વિડીયોમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બેઝમેન્ટમાં પડેલી ગાડીઓ સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગઈ છે. દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે બેઝમેન્ટ તળાવ બની ગયું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહે છે. અમદાવાદમાં પહેલી વખત આટલો ધોધમાર વરસાદ પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે ચારે બાજુ પાણી ભરાયાં, ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*