અમદાવાદમાં ચારેય બાજુ પાણી-પાણી…! અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબકી, ઠેર-ઠેર પાણી ભરાઈ જતા શાળા-કોલેજમાં રજા જાહેર…

Published on: 10:46 am, Mon, 11 July 22

અમદાવાદમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું હતું. માત્ર બે કલાકમાં જ શહેરમાં બે ઈંચથી પણ વધારે વરસાદ પડ્યો હતો. હાલમાં અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે. આ ઉપરાંત આજે પણ અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહીઓ કરવામાં આવી છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 14.29 ઈંચથી પણ વધારે વરસાદ પડ્યો છે. મોડી રાત્રે ધોધમાર વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાસણા, હાટકેશ્વર, એલિસબ્રિજ, બોપલ-ધુમા, સરસપુર વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. ચારેય બાજુ પાણી ભરાઈ જવાના કારણે લોકોને વહેલી સવારે ભારે હલાકીનો સામનો કરવો પડ્યો છે.

અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે શાળા-કોલેજોમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદના તમામ ગાર્ડનો બંધ કરી દેવામાં આવ્યા છે. આટલું જ નહીં પરંતુ અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો પણ ખોરવાયો છે. ભારે વરસાદના કારણે ગઈકાલે અનેક વિસ્તારોમાં વીજળી ભૂલ થઈ ગઈ છે.

અનેક જગ્યાએ તળાવ તૂટવાના કારણે બેઝમેન્ટમાં પાણી કરી ગયા છે. બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં અમદાવાદમાં પાલડી, એલિસબ્રિજ અને વાસણામાં ત્રણ ઈંચથી પણ વધારે વરસાદ પડ્યો છે. જ્યારે આશ્રમરોડ, વાડજ, ઉસ્માનપુરા અને ઇન્કમટેક્સ વિસ્તારમાં 2.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડવાના કારણે ચારે બાજુ પાણી-પાણી થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબકીઓ છે. અમુક જગ્યાઓમાં 14 ઇંચ અને અમુક જગ્યાઓમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિઓ પણ સર્જાય છે.

અમુક જગ્યાઓમાં તો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. નિશાળ વાળા વિસ્તારમાં રહેતા તમામ લોકો ઘર છોડીને બીજાના ઘરમાં રહેવાની ફરજ પડી છે. આટલું જ નહીં પરંતુ મોટેભાગના લોકોના ઘરનો સામાન વરસાદી પાણીમાં તણાયો છે. આજે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં ચારેય બાજુ પાણી-પાણી…! અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબકી, ઠેર-ઠેર પાણી ભરાઈ જતા શાળા-કોલેજમાં રજા જાહેર…"

Leave a comment

Your email address will not be published.


*