જય હો દાદા કી..! સુરતના હરિભક્તએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં એક કિલો સોનાનો હીરા જડી મુંગટ કર્યો અર્પણ,જાણો તેની ખાસિયતો…

Published on: 4:48 pm, Fri, 17 November 23

હાલમાં મિત્રો સુપ્રસિદ્ધ સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175 માં શતાબ્દી મહોત્સવ ની જોર સોર થી ઉજવણી ચાલી રહી છે ત્યારે સુરતના એક દાનવીર હરિભક્તો દ્વારા હનુમાનજી મહારાજને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. કથા મંડપમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને અનેક સંતોની ઉપસ્થિતિમાં હરિભક્તો અને

તેમના પરિવાર દ્વારા સંતોને મૂંગટ અર્પણ કરવામાં આવ્યો છે.આપને મિત્રો જણાવી દઈએ કે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175 મો શતાબ્દી મહોત્સવ શરૂ પણ થઈ ગયો છે અને ત્યારે હનુમાન કથામાં ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર પણ જોવા મળી રહ્યા છે ત્યારે હનુમાનજી મહારાજને આ મહોત્સવમાં હજારો હરિભક્તો દ્વારા દાદાને અલગ અલગ વસ્તુઓ પણ

કરવામાં આવી રહી છે ત્યારે સુરતના એક હરિભક્તો દ્વારા દાદાને કિલ્લો સોનાનો હીરા જડીત મુંગટ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢીને સંતોને અર્પણ કરવામાં આવ્યો હતો.મિત્રો આ હરિભક્તોનું નામ ઘનશ્યામભાઈ ભંડેરી છે અને આ મુગટ સુરતમાં જ બનાવવામાં આવ્યો છે અને આ મુગટ અને કુંડળ બંને થઈને એક કિલો સોનામાંથી બનાવવામાં આવ્યા છે.

આ મુગટમાં ગદા કળા કરતાં બે મોર મોરપીંછ અને ફ્લાવર ની આકૃતિ કંડારવામાં આવી છે અને કુંડળમાં 7200 ડાયમંડ લગાડવામાં આવ્યા છે તો કુલ મળીને 375 કેરેટ ડાયમંડ જડિત મુગટ અને કુંડળ ની ડિઝાઇન કરતા લગભગ એક મહિનો અને બનાવતા દસ કારીગરોને ત્રણ મહિનાનો સમય લાગ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જય હો દાદા કી..! સુરતના હરિભક્તએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં એક કિલો સોનાનો હીરા જડી મુંગટ કર્યો અર્પણ,જાણો તેની ખાસિયતો…"

Leave a comment

Your email address will not be published.


*