જય હો રાજાજી તેજાજી દાદા..! 900 વર્ષ પહેલા કેવી રીતે વીરગતિ પામ્યા શૂરવીર વીર રાજાજી દાદા તેમજ તેજાજી દાદા, જાણો ભોળાદ ભાલનો અનેરો ઇતિહાસ…

Published on: 4:40 pm, Fri, 17 November 23

આજ કાલ સમગ્ર ગુજરાતમાં સુરાપુરા દાદા ભોળાદ ની ખૂબ ચર્ચા છે અને લોકો તેમના પરચા સાંભળીને તેમના દર્શને દોડતા વયા જાય છે. સુરાપુરા દાદા ના પરચા હાલમાં અપરંપાર છે અને લોકોની તમામ મનોકામનાઓ માત્ર તેમના દર્શન કરવાથી પૂરી થાય છે. ત્યારે મિત્રો આ દાદા ના પરચા વિશે અમે જણાવવાના છીએ આ દાદા ના ઇતિહાસ વિશે અમે આજે આ અહેવાલની

અંદર વાત કરવાના છીએ.900 વર્ષ પહેલા વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરાપુરા ધામ ખાતે વીર તેજાજી દાદા અને તેમના ભાઈ વીર રાજાજી દાદા ની ખાંભીઓ આવેલી છે અને હાલમાં આ જગ્યાએ નાત જાતના ભેદભાવ વગર સમગ્ર રાજ્યમાંથી લોકો દર્શને આવે છે અને માત્ર તેમના દર્શનથી તેમના દુખડાઓ દૂર થાય છે.જ્યારે આ શૂરવીરોનો પરિચય મેળવ્યા તો

વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબાના દિકરા ક્ષત્રિય કુળના ચૌહાણ શાકના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી આશરે 900 વર્ષ પહેલા ચારણ દીકરીની આબરૂ બચાવવા વારે ચડ્યા હતા અને 17 નરાધમો ને માર્યા બાદ પાછળથી ઘા થયા તેમ છતાં આ સુરવીરો લડતા રહ્યા અને 27 વર્ષની નાની ઉંમર પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુંત્તિ આપી

પરમાથમા કામે પોતે જીવી ગયા એ શૂરવીર ની વાત છે.ઘણા બધા વર્ષો વીતતા ગયા અને બહારગામ થી ઘણા ચૌહાણ રાજપુતો દાદાની ખાંભી ના દર્શન કરવા માટે આવતા ત્યારે તે ભોળાદ લોથલ રોડ પર હતી પરંતુ જ્યારે ભોળાનાથ ચૌહાણ દાદાએ પ્રમાણ પુર્યા ત્યારે દાદાની વ્યવસ્થિત જગ્યાએ સ્થાપના કરવાનો નિર્ણય લીધો અને આજે આ જગ્યાએ દાનભા બાપુ એક પણ રૂપિયો લીધા વગર તમામ ભક્તોને ત્રણ તક જમાડે પણ છે અને તમામના દુખડાઓ દૂર પણ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જય હો રાજાજી તેજાજી દાદા..! 900 વર્ષ પહેલા કેવી રીતે વીરગતિ પામ્યા શૂરવીર વીર રાજાજી દાદા તેમજ તેજાજી દાદા, જાણો ભોળાદ ભાલનો અનેરો ઇતિહાસ…"

Leave a comment

Your email address will not be published.


*