સુરતના સમાજસેવક ગોવિંદભાઈ ધોળકિયા આ જગ્યાએ “311 હનુમાનજીના મંદિર” બનાવવાનો સંકલ્પ લીધો… જાણો શું છે આના પાછળનું કારણ…

Published on: 11:51 am, Fri, 8 December 23

મિત્રો તમે સૌ કોઈ લોકો સુરતના ડાયમંડ કિંગ એવા ગોવિંદભાઈ ધોળકિયાને તો જરૂર ઓળખતા હશો. ગોવિંદભાઈ ધોળકિયા હંમેશા માટે પોતાના સેવાકીય કામના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે આજે અમે તમને ગોવિંદભાઈ ધોળકિયા ની એક અનોખી સેવા વિશે વાત કરવાના છીએ.

જેના વિશે સાંભળીને તમારું દિલ પણ ખુશ થઈ જશે. મિત્રો તમને જણાવી દઈએ કે ગોવિંદભાઈ ધોળકિયાએ એક સંકલ્પ થયેલો છે. તેમને સંકલ્પ લીધો હતો કે તેઓ ગુજરાતના ડાંગ જિલ્લામાં 311 હનુમાનજીના મંદિર બનાવશે.

મિત્રો આ સંકલ્પ માત્ર કહેવા પૂરતો નથી પરંતુ ડાંગ જિલ્લામાં ઘણા બધા હનુમાનજીના મંદિર બની ગયા છે. તો ચાલો જાણીએ ગોવિંદભાઈ ધોળકિયાને ડાંગ જિલ્લામાં 311 હનુમાનજીના મંદિર બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો. કહેવાય છે કે એક દિવસ ગોવિંદભાઈ ધોળકિયા એક ઝાડની નીચે હનુમાનજીની ખંડિત મૂર્તિ પડેલી જોઈ હતી.

હનુમાન દાદાની મૂર્તિ ની આ દશા જોઈને ગોવિંદભાઈ ધોળકિયાનું હૈયુ કંપી ઉઠ્યું હતું. પછી તેમને ત્યારે જ નક્કી કરી લીધું કે હવે તેઓ 311 મંદિર બનાવશે. ત્યારબાદ તેમને ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં હનુમાનજીના મંદિર બનાવવાનું શરૂ કર્યું.

મિત્રો આજે ડાંગ જિલ્લામાં ઘણા બધા હનુમાનજીના મંદિર બની ગયા છે. સૌ કોઈ લોકોના મનમાં એક સવાલ હશે કે ગોવિંદભાઈ ધોળકિયાએ ડાંગ જિલ્લો જ કેમ પસંદ કર્યો. ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે, ડાંગ જિલ્લો કુદરતમાં ઉત્કૃષ્ટ સર્જનમાંથી એક છે.

પ્રકૃતિના ખોળે વસેલો આ વિસ્તાર ધાર્મિક દ્રષ્ટિએ પણ એક મહત્વ ધરાવે છે. ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે, ડાંગની ધરતી માતા શબરી અને ભગવાન શ્રી રામના મિલનની સાક્ષી ધરાવે છે. એટલા માટે ગોવિંદભાઈ ધોળકિયાએ અહીં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "સુરતના સમાજસેવક ગોવિંદભાઈ ધોળકિયા આ જગ્યાએ “311 હનુમાનજીના મંદિર” બનાવવાનો સંકલ્પ લીધો… જાણો શું છે આના પાછળનું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*