લાવ્યા હો બાકી નવું…! ગુજરાતના આ પરિવાર એવી અનોખી કંકોત્રી બનાવી કે, માત્ર 1 મિનિટમાં કંકોત્રી માંથી બનશે આ વસ્તુ…જુઓ વિડિયો

Published on: 12:23 pm, Fri, 8 December 23

હાલમાં તો લગ્નની સીઝન ચાલી રહી છે અને આજના આધુનિક યુગમાં લોકો પોતાના દીકરા અને દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક ને કંઈક નવું કરતા હોય છે. ખાસ કરીને હાલમાં તો લગ્નમાં અનોખી કંકોત્રી બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક અનોખી કંકોત્રી નો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તમે જોઈ શકો છો કે લગ્નની કંકોત્રી માંથી ચકલીનો અનોખો માળો બને છે. આ કંકોત્રી બનાવશો તો પૈસા બગડશે નહીં પરંતુ ચકલીઓને રહેવા માટે ઘર મળશે. આજે આ કંકોત્રી દરેક લોકો માટે પ્રેરણાદાયક સાબિત થઈ રહી છે.

કંકોત્રી નો વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક કહી રહ્યો છે કે મિત્રો આ મારા ફઈની દીકરીની લગ્નની કંકોત્રી છે.

આ કંકોત્રીમાં જે રીતે નંબર લખિયા છે તે રીતે તેને નીચેથી વાળશો તો એટલે મસ્ત એવો ચકલીનો માળો બની જશે. આ કંકોત્રીમાં તમારા પૈસા બગડશે નહીં. વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે, માત્ર એક જ મિનિટમાં આ કંકોત્રી માંથી ચકલીનું ઘર બની જાય છે.

મિત્રો આ કંકોત્રી હાલમાં સોશિયલ મીડિયા પર ચારે બાજુ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલી અનોખી કંકોત્રી જોઈને લોકો કંકોત્રી બનાવનાર પરિવારના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

વાયરલ થયેલી આ કંકોત્રીનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર nitingujartivlogs નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં આ વિડીયો જોયો છે અને 80,000 જેટલા લોકોએ વીડિયોને લાઈક કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "લાવ્યા હો બાકી નવું…! ગુજરાતના આ પરિવાર એવી અનોખી કંકોત્રી બનાવી કે, માત્ર 1 મિનિટમાં કંકોત્રી માંથી બનશે આ વસ્તુ…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*