2 સગી બહેનના લગ્નમાં અચાનક જ લાઈટ વહી જતા અંધારામાં એવો કાંડ થઈ ગયો કે… પછી તો થયો મોટો ડખો…

Published on: 12:58 pm, Fri, 8 December 23

મિત્રો આજે અમે તમને ઘણા સમય પહેલા બનેલા એક ચોકાવનારા કિસ્સા વિશે વાત કરવાના છીએ. મિત્રો તમે ઘણા એવા લગ્નના પ્રસંગ જોયા હશે જેમાં લગ્નના આયોજનમાં કાંઈક ને કાંઈક અવ નવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજે આપણે તેવી જ એક ઘટના વિશે વાત કરવાના છીએ.

વાત કરીએ તો એક પરિવારે લગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું. આ દરમિયાન અચાનક જ લગ્નમાં લાઈટ વહી ગઈ હતી. જેના કારણે અંધારામાં બે સગી બેનના દુલ્હા એટલે કે વરરાજા બદલાઈ ગયા હતા. લાઈટ ગઈ ત્યારે અંધારામાં લગ્નની વિધિ પણ અડધી પતી ગઈ હતી.

જ્યારે લાઈટ પાછી આવી ત્યારે સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા અને આ સમગ્ર કિસ્સો સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો અને આ વાત સાંભળીને તો ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા હતા.

આ વિચિત્ર કિસ્સો મધ્યપ્રદેશની અંદર આવેલા ઉજ્જૈન જિલ્લામાં બન્યો હતો. અહીં એક નાનકડા એવા ગામમાં રમેશ નામનો એક વ્યક્તિ રહે છે અને તેને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. રમેશની બે દીકરીઓના લગ્ન હતા.

દીકરીના લગ્ન હોવાના કારણે બંને જાન માંડવે આવી ગઈ હતી અને લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન અચાનક જ લગ્નમાં લાઈટ વહી જાય છે આ દરમિયાન પણ લગ્નની વિધિ શરૂ રહે છે. લગ્નની વિધિ શરૂ થઈ ત્યારે બંને બહેનોએ પોતાના વરરાજાની જગ્યાએ બીજા વરરાજાના હાથ પકડી લીધા હતા.

આ દરમિયાન વિધિ શરૂ હતી. થોડીક વાર બાદ લાઈટ આવી ત્યારે ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. પછી આ ભૂલને સુધારવા માટે સવારે 5:00 વાગ્યાની આસપાસ ફરી એક વખત ફરીથી લગ્નની વિધિ કરવામાં આવી હતી અને પછી લગ્નને પૂર્ણ કરવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "2 સગી બહેનના લગ્નમાં અચાનક જ લાઈટ વહી જતા અંધારામાં એવો કાંડ થઈ ગયો કે… પછી તો થયો મોટો ડખો…"

Leave a comment

Your email address will not be published.


*