મિત્રો માત્ર 26 સેકન્ડનો આ વિડીયો જોઈને તમારું દિલ પણ પીગળી જશે…જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વિડિયો…

Published on: 5:31 pm, Sat, 27 August 22

મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વિડિયો એવા હોય છે જે જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો અમુક વીડિયો જોઈને આપણે ભાવુક થઈ જતા હોઈએ છીએ. જ્યારે અમુક વીડિયો આપણા હૃદયને સ્પર્શી જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો જે લોકો પોતાના દાદા દાદીના પ્રેમથી ઘેરાયેલા છે તે લોકોને હંમેશા પોતાને ભાગ્યશાળી સમજવા જોઈએ. કારણ કે દાદા-દાદી તેમના પૌત્રને સૌથી વધારે પ્રેમ કરતા હોય છે. મિત્રો ઘણી વખત આપણે આપણા દાદા-દાદી ઉપર ગુસ્સે થઈ જતા હોઈએ છીએ. પરંતુ આજે તમે જે વિડિયો જોવાના છો તે જોઈને તમે પણ તમારા દાદા-દાદીની સંભાળ રાખવાનું શરૂ કરી દેશો.

એક વ્યક્તિ તેના દાદા સાથે ફિલ્મ જોવા માટે થિયેટરમાં ગયો હતો. જે હદય દ્રાવક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આ વડીલ 42 વર્ષ પછી સિનેમા હોલમાં ગયા હતા. ત્યાં તેમના ચહેરાની ખુશી જોઈને તમારું દિલ પણ પીગળી જશે.

વાયરલ થયેલો વિડિયો ડોક્ટર દીપક અંજનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પોતાના દાદા મુવી જોવા માટે થિયેટરમાં પહોંચે છે. સૌપ્રથમ ધોતી અને માથે પાઘડી પહેરેલા દાદા એસ્કેલેટરનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે.

ત્યારબાદ દાદા ફિલ્મ જોવા માટે થિયેટરમાં ગયા હતા. દાદા ત્યાં આસપાસ ફરે છે અને તે જગ્યાના વખાણ કરતા નજરે પડી રહ્યા છે. વિડીયો શેર કરતા ડોક્ટર દિપકે કેપ્શનમાં લખ્યું છે કે, તમે તમારા દાદા સાથે થિયેટરમાં જઈ રહ્યા છો. મારા દાદા છેલ્લે 1980 માં થિયેટરમાં ગયા હતા.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં છ લાખથી પણ વધારે લોકો એ જોયો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં ખૂબ જ સુંદર કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયો જોઈને કેટલાક લોકો કહી રહ્યા છે કે કાલે હું પણ મારા દાદા સાથે થિયેટરમાં જઈશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મિત્રો માત્ર 26 સેકન્ડનો આ વિડીયો જોઈને તમારું દિલ પણ પીગળી જશે…જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*