નરાધમ ભાઈએ ગર્ભવતી બહેનને વિધવા કરી નાખી…બહેને રડતા-રડતા બોલી કે, મારા ભાઈને ફાંસીએ લટકાવી દો…

Published on: 5:06 pm, Sat, 27 August 22

મિત્રો છોટાઉદયપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઘૂટણવડ ગામે મોડી સાંજે એક જીવ લેવાની ઘટના બની હતી. આ ઘટનામાં પ્રેમ લગ્ન કરનારી બહેનના ભાઈએ બહેનની નજર સામે બહેનના પતિનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર આરોપી ભાઈ બહેનની નજર સામે બનેવી પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો હતો.

આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને બહેન સ્નેહાએ જણાવ્યું કે, હું અને મારો પતિ સુનિલ દહીં લેવા માટે ગયા હતા. દહી લઈને ઘરે આવતા હતા ત્યારે ભાઈ સચિન અમને જોઈ ગયો હતો. ત્યારબાદ અમે ઘરે આવી ગયા હતા.

10 થી 15 મિનિટ પછી સચિન ઘરે આવ્યો હતો. તે કાંઈ બોલ્યો જ નહીં અને તેને સુનિલ ઉપર ગોળી ચલાવી દીધી હતી. ગોળી લાગવાના કારણે સુનિલ ઘટના સ્થળે ઢળી પડ્યો હતો. ત્યારબાદ સચિને સુનિલના માથાના ભાગે ગોળી ચલાવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને દિવ્યભાસ્કરેની ટીમે મૃત્યુ પામેલા યુવકની પત્ની સ્નેહા સાથે વાતચીત કરી હતી.

શરૂઆતમાં તો સ્નેહાના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. ત્યારબાદ તે ધીમા અવાજમાં બોલી કે, હું પ્રેગનેટ છું. મારે ડીલેવરી થશે તો કોણ બધું પૂરું પાડશે ? ઘરમાં એક જ કામ કરનારો હતો, હવે મને પૈસા કોણ આપશે? હું કેવી રીતે જીવીશ? મારા સાસુ સસરા બહુ ગરીબ છે.

આખું ઘર સુનિલ પર ચાલતું હતું. એ ધંધો કરતા હતા. મારા ભાઈ સચિન ને ફાંસીની સજા સિવાય બીજી કોઈ સજા ના જોઈએ. મારી ઉંમર 20 વર્ષની છે. મારા ભાઈએ આ ઉંમરમાં મને એકલી કરી નાખી. તેને શરમ ન આવી. તેના પપ્પા દેશનું રક્ષણ કરે છે અને તે આ રીતે ઘરે બેઠા માણસોનો જીવ લઈ રહ્યો છે.

સ્નેહાએ વધુમાં જણાવ્યું કે, અમે બંને બહુ સપના જોયા હતા. સુનિલ કહેતા હતા કે જો દીકરી આવશે તો આમ કરીશું અને આમ કરીશ. અમારી વચ્ચે ક્યારેય ઝઘડો થયો ન હતો. તેઓએ મને કોઈ દિવસ દુઃખ આપ્યું નથી મને ખૂબ જ સારી રીતે રાખતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નરાધમ ભાઈએ ગર્ભવતી બહેનને વિધવા કરી નાખી…બહેને રડતા-રડતા બોલી કે, મારા ભાઈને ફાંસીએ લટકાવી દો…"

Leave a comment

Your email address will not be published.


*