ઘોર કળિયુગ..! પિતાએ માતાની નજર સામે 16 દિવસની દીકરીનું ગળું દબાવી દીધું અને ત્યારબાદ કર્યું એવું કે…માં અને દીકરીનું કરુણ મૃત્યુ…જાણો સમગ્ર ઘટના

Published on: 10:24 am, Tue, 18 October 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. મિત્રો એક વ્યક્તિએ પોતાની પત્ની અને માત્ર 16 દિવસની માસુમ બાળકીનો જીવ લઇ લીધો છે. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો છે.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના જોધપુર જિલ્લાના ખેડાપા પોલીસ સ્ટેશન વિસ્તારના ડાઓનરા ગામમાં બની હતી. જાણો એવું તો શું થયું હશે કે પતિએ આ પગલું ભર્યું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 40 વર્ષે સુખદેવ નામનો વ્યક્તિ સોલાર પ્લાન્ટમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે.

સોમવારના રોજ માહિતી મળી કે દાનવરામાં એક મહિલા અને એક 16 દિવસની બાળકીનું મૃત્યુ થયું છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સુખદેવે પોતાની 30 વર્ષે પત્ની સીતા અને 16 દિવસની દીકરીનો જીવ લઈ લીધો છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ પોતાની પત્ની અને 16 દિવસની માસુમ દીકરીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. પોલીસે ત્યારબાદ માતા અને દીકરીના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું.

મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે, સુખદેવને પહેલેથી જ બે દીકરીઓ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીતાએ 16 દિવસ પહેલા એક દીકરીને જન્મ આપ્યો હતો. ત્રીજી દીકરીનો જન્મ થતા સુખદેવ ખૂબ જ ગુસ્સામાં હતો.

જેથી આ વાતને લઈને સુખદેવ પોતાની પત્ની સીતાને સતત ટોણા મારતો હતો. આ વાતનો જ્યારે સીતાએ વિરોધ કર્યો ત્યારે ગુસ્સામાં ભરાયેલા સુખદેવ એ સીતા અને 16 વર્ષની માસુમ દિકરીનું દબાવીને તેનો જીવ લાવી દીધો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘોર કળિયુગ..! પિતાએ માતાની નજર સામે 16 દિવસની દીકરીનું ગળું દબાવી દીધું અને ત્યારબાદ કર્યું એવું કે…માં અને દીકરીનું કરુણ મૃત્યુ…જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*