અલગ અલગ આંદોલનોમાં જેમના પર ખોટા કેસ કરવામાં આવ્યા છે, તે તમામ કેસ 31 ડિસેમ્બર સુધીમાં પાછા ખેંચવામાં આવશે : અરવિંદ કેજરીવાલ

Published on: 9:08 pm, Mon, 17 October 22

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગઈ છે. ત્યારે પોતાનો પક્ષ વધુ મજબૂત કરવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગઈકાલે તેમની બે દિવસીય મુલાકાતે ગુજરાત આવ્યા હતા. ગઈકાલે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને ભાવનગરમાં એક વિશાળ જાહેર જનસભા સંબોધી હતી. ત્યારે આજરોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં બીજી વિશાળ જાહેર જનસભાને સંબોધી હતી.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઊંઝાની જાહેર સભામાં આવેલા હજારો લોકોને સંબોધતા કહ્યું કે, છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં આટલા આંદોલન થયા, આટલા વિરોધ થયા, માલધારી આંદોલન થયું, ઠાકોર આંદોલન થયું, પોલીસ ગ્રેડ પે આંદોલન થયું, ક્ષત્રિય આંદોલન થયું, આદિવાસી સમાજનું આંદોલન થયું, ઘણા બધા કર્મચારીઓનું આંદોલન થયું, ભૂતપૂર્વ સૈનિકોનું આંદોલન થયું, આ લોકોએ તેમાંથી કોઈને છોડ્યા ન હતા, યુવાઓ પર ખોટી રીતે કેસ કરીને તેમને જેલમાં ધકેલી દીધા. અરવિંદ કેજરી વાલે વધુમાં જણાવ્યું કે 8 ડિસેમ્બરે મત ગણતરી થશે, 15 ડિસેમ્બર સુધીમાં અમારી સરકાર બની જશે. ત્યાર પછી સૌથી પહેલું કામ તમામ ખોટા કહેશો પાછા ખેંચવાનું કરશો. દરેકને તેમના ઘરે મોકલવામાં આવશે. જેમના પર ખોટા કેસ કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે તમામને પાછા લાવવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અલગ અલગ આંદોલનોમાં જેમના પર ખોટા કેસ કરવામાં આવ્યા છે, તે તમામ કેસ 31 ડિસેમ્બર સુધીમાં પાછા ખેંચવામાં આવશે : અરવિંદ કેજરીવાલ"

Leave a comment

Your email address will not be published.


*