સાવધાન થઈ જાઓ આવી ભૂલ લઈ લેશે તમારો જીવ..! બસમાંથી નીચે ઉતરતી વખતે મહિલા સાથે કંઈક એવું થયું કે, મહિલાનું મોત…જુઓ ઘટનાનો વિડીયો…

Published on: 12:03 pm, Wed, 2 November 22

મહેસાણામાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં બસમાંથી ઉતરતી વખતે એક મહિલા સાથે કંઈક એવું બને છે કે વીડિયો જોઈને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના મહેસાણા શહેરની પાલવાસણા ચોકડી પાસે બની હતી.

અહીં એક મહિલા પોતાની દીકરી સાથે બસમાંથી ઉતરવા ગઈ હતી. ત્યારે અચાનક જ બસમાંથી નીચે ઉતર તે વખતે તે મહિલા નીચે પડી હતી. આ ઘટનામાં મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

આ સમગ્ર ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાની પુત્રીએ મહેસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. દીકરીએ ફરિયાદ નોંધાવી છે કે, હું અને મારી માતા મહેસાણાના તોરણવાળી બજારમાં ખરીદી કરી પરત આવતા હતા.

અમે સિટી બસ રૂટ નંબર 8 માં બેસ્યા હતા. બસ રાધનપુર ચાર રસ્તા, મોઢેરા ચાર રસ્તા થઈને જનપથ હોટલ પાસે પાલાવાસણા નજીક આવી હતી. ત્યારે હું અને માતા જનપથ હોટલ પાલાવાસણા નજીક ઉતરવા માટે સ્વીટ પરથી ઉભા થઈને બસના દરવાજા પાસે ઉભા રહ્યા હતા. અમારે ઉતરવાનું હોવાના કારણે બસના ડ્રાઇવર બસ સાઈડમાં કરી હતી.

બસમાંથી નીચે ઉતરતી વખતે મારી માતા રોડ ઉપર ભટકાઈ હતી. જેથી હું પણ તરત જ બસમાંથી ઉતરી ગઈ. આ ઘટના બનતા જ બસ ચાલકે પણ તાત્કાલિક બસ ઊભી રાખી દીધી હતી. આ ઘટનામાં મારી માતાને નાકના અને માથાના ભાગે ગંભીર ઈચ્છા પહોંચી હતી. તેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીએ GJ 18 BT 7183 નંબરના બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બંને પેસેન્જરને ઉતરવાનું હોવા છતાં પણ બસ ચાલકે સરખી બસ ઊભી ન રાખી અને જેના કારણે આ ઘટના બની તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાવધાન થઈ જાઓ આવી ભૂલ લઈ લેશે તમારો જીવ..! બસમાંથી નીચે ઉતરતી વખતે મહિલા સાથે કંઈક એવું થયું કે, મહિલાનું મોત…જુઓ ઘટનાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*