અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 2 માટે ગુજરાતમાં પધારશે : મનોજ સોરઠીયા

Published on: 8:04 pm, Sat, 15 October 22

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ વીડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, અમને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે 16 ઓક્ટોબર ના રોજ ગુજરાતમાં આવવાના છે. તેઓ 16 અને 17 ઓક્ટોબરના રોજ ગુજરાતનો પ્રવાસ કરશે. વધુમાં મનોજ સોરઠીયા એ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 2 દિવસ સભાઓ ગજવશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 16 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ ભાવનગર પહોંચશે અને એક જંગી જનસભાને સંબોધન કરશે.

વધુમાં મનોજ સોરઠીયા એ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 17 ઓક્ટોબર ના રોજ બપોરે 12:00 વાગ્યાની આસપાસ ઊંઝા ખાતે એક વિશાળ જનસભાને સંબોધન કરશે અને બપોરે 2:00 વાગ્યાની આસપાસ ડીસા ખાતે વધુ એક જંગ જનસભાને સબોધીત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આ બે દિવસ દરમિયાન સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત આવનારી ચૂંટણીના આયોજનને લઈને પ્રદેશના નેતાઓ સાથે પણ મહત્વપૂર્ણ મુલાકાત કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 2 માટે ગુજરાતમાં પધારશે : મનોજ સોરઠીયા"

Leave a comment

Your email address will not be published.


*