બે બાઈક સામસામે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 યુવકોના ઘટના સ્થળે મૃત્યુ, 3 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત… મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 10:23 am, Sun, 16 October 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે શનિવારના રોજ મોડી સાંજે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મોડી સાંજે બે બાઈક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બંને બાઈક પર સવાલ એક એક યુવકનું મૃત્યુ થયું છે.

આ ઉપરાંત અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના દેવરીયા જિલ્લાના બાગૌચઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના બિશુનપૂરા બજાર પાસે મોડી સાંજે બની હતી. મળતી માહિતી અનુસાર બંને બાઈક વચ્ચે સામ સામે જોરદાર ટક્કર થઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઈકને અકસ્માતની ઘટનામાં ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતની ઘટનામાં બંને બાઈક પર સવાર પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બે લોકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર ચાલુ છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં યશવંત શાહ અને અંકિત નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે.

બંનેના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર બંને બાઈક પર સવાર એક પણ વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું ન હતું. જો હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ તે લોકોનો જીવ બચી ગયો હોત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બે બાઈક સામસામે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 યુવકોના ઘટના સ્થળે મૃત્યુ, 3 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત… મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*