ભાગેડુ દેવાયત ખવડનો વધુ એક વિડીયો થયો વાયરલ, જાણો શું કહી રહ્યો છે દેવાયત ખવડ વીડિયોમાં… જુઓ વાયરલ વિડિયો…

Published on: 6:37 pm, Tue, 13 December 22

મિત્રો હાલમાં ગુજરાતમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ ચર્ચાનો વિષય બનેલા છે. આજથી થોડા દિવસો પહેલા દેવાયત ખવડે પોતાના સાથીદારો સાથે મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર જીવલેણ પ્રહાર કર્યા હતા. ત્યારબાદ પોલીસે મયુરસિંહ રાણાની ફરિયાદના આધારે દેવાયત ખવડ અને તેના સાથીદારો સામે અમુક કલમો હેઠળ ગુનો નોંધીને તેમની શોધખોળ શરૂ કરી હતી.

ઘટનાના સાત દિવસ થઈ ગયા છતાં પણ હજુ દેવાયત ખવડનું કોઈ પણ પત્તો લાગ્યો નથી. એક સમયે સ્ટેજ પર બેસીને વટ અને ખુમારીની વાતો કરનાર દેવાયત ખવડ આજે માયકાંગલીનાની જેમ ફરાર થઈ ગયો છે. દેવાયત ખવડ ફરાર થઈ ગયા બાદ તેના ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

ત્યારે દેવાયત ખવડ નો વધુ એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેવાયત ખવડ મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.વાળાના દીકરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યો છે. ભાગેડુ દેવાયત ખવડ વીડિયોના માધ્યમથી પોલીસ ઇન્સ્પેક્ટરના દીકરાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

આ અંગે નો વિડીયો પણ પીઆઈ કે.એ.વાળાએ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર મૂક્યો હતો. પીઆઇ કે.એ.વાળા અગાઉ રાજકોટના ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમના દ્વારા આ વિડીયો પોસ્ટ કર્યા બાદ લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને બીજી તરફ મયુરસિંહ રાણા ના પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસ સાથે સાઠગાંઠનો સંબંધ છે.

જો છેલ્લા 48 કલાકમાં આરોપી દેવાયત ખવડની ધડપકડ નહીં થઈ તો અમે ઉગ્ર આંદોલન કરશો. રાણો રાણાની રીતે અને ઘોબા ઉપડી જશે જેવા ડાયલોગથી લોકો વચ્ચે ફેમસ થયેલા દેવાયત ખવડ 7 ડિસેમ્બરના રોજ ચર્ચામાં આવ્યા હતા. સાત ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ બિલ્ડર મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર જીવલેણ પ્રહાર કર્યા હતા.

અંગત અદાવતમાં દેવાયત ખવડે પોતાના બે સાથીદારો સાથે મળીને મયુરસિંહ રાણા ઉપર પ્રહાર કર્યા હતા. હાલમાં દેવાયત ખવડ નો આ નવો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો વાયરલ થયા બાદ લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમને શું લાગે છે દેવાયત ખવડને કડકમાં કડક સજા થવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાગેડુ દેવાયત ખવડનો વધુ એક વિડીયો થયો વાયરલ, જાણો શું કહી રહ્યો છે દેવાયત ખવડ વીડિયોમાં… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*