ઝડપી સ્કોર્પિયો કાર ચાલકે બાઈક ચાલકને હવામાં ઉડાડ્યો, બાઈક ચાલકનું દર્દનાક મોત…જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો…

Published on: 6:09 pm, Tue, 13 December 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત ગંભીર અકસ્માતની ઘટનાઓને સીસીટીવી ફૂટેજ પણ જોતા હશો. ઘણી એવી અકસ્માતની ઘટનાઓ હોય છે જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બેકાબુ સ્કોર્પિયો કાર ચાલકે એક બાઇક ચાલક યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારચાલકનું આ ગંભીર અકસ્માતની ઘટનામાં કરોડ મોત થયું હતું.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના મહારાષ્ટ્રના નાસિકમાં બની હતી. અકસ્માતની ઘટના 9 ડિસેમ્બરના રોજ બની હતી પરંતુ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ અકસ્માતની ઘટનામાં શ્રીકાંત વિજય સાબલે નામનો એક વ્યક્તિ ડિવાઈડરને અડીને રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ઉપાડ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર્ય તેની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે શ્રીકાંત હવામાં ફંગોળાઈને દૂર જઈને પડ્યો હતો.

આ અકસ્માતની ઘટનામાં શ્રીકાંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા શ્રીકાંતને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રીકાંતનું મોત થયું હતું.

શ્રીકાંતનું મૃત્યુ થતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. તેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી સ્કોર્પિયો કાર ચાલકે બાઈક ચાલકને હવામાં ઉડાડ્યો, બાઈક ચાલકનું દર્દનાક મોત…જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*