ભાવનગરમાં ચાલુ બસે ડ્રાઇવરને હાર્ટ એટેક આવતા સર્જાયો ગંભીર અકસ્માત, ડ્રાઇવરનું કરુણ મોત… જુઓ હચમચાવી દે એવા CCTV ફૂટેજ…

Published on: 5:24 pm, Tue, 13 December 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ભાવનગરમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરમાં આજરોજ વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. સુરત થી મુસાફરોને ભરીને ભાવનગર આવી રહેલી ખાનગી બસના ડ્રાઇવરને ચાલુ વર્ષે અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો.

જેના કારણે ડ્રાઇવર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ ત્રણ વાહનોને જોરદાર ટક્કર લગાવીને મારુતિ કંપનીના શોરૂમ ની અંદર ઘૂસી ગઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બસના ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ બીજી મોટી જાનહાની થઈ નથી.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સુરતથી અવધૂત ટ્રાવેલ્સ નામની બસ ભાવનગર આવી રહી હતી.

આ દરમિયાન દેસાઈ નગર પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક અચાનક જ બસ ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે બસના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ દરમિયાન પાસે પેટ્રોલ પંપ નજીક આવેલા બે વાહનોને જોરદાર ટક્કર લગાવી હતી અને ત્યારબાદ બસ મારુતિ કારના શોરૂમ ની અંદર ઘૂસી ગઈ હતી.

આ અકસ્માતની ઘટના વહેલી સવારે બની હતી અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ મોટી જાનહાનિ થઈ નથી. આ ઘટનામાં બસ ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

મૃત્યુ પામેલા બસના ડ્રાઇવરને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગરમાં ચાલુ બસે ડ્રાઇવરને હાર્ટ એટેક આવતા સર્જાયો ગંભીર અકસ્માત, ડ્રાઇવરનું કરુણ મોત… જુઓ હચમચાવી દે એવા CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*