રસ્તા પર ચાલીને જતા વૃદ્ધ વ્યક્તિને તુફાન ગાડીએ કચડી નાખ્યા, વૃદ્ધ વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ… અકસ્માતની ઘટના જોઈને લોકોના રુવાટા ઉભા થઈ ગયા..!

Published on: 11:30 am, Fri, 23 September 22

હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના વડા મથક લુણવાડા શહેરની કોટેજ ચોકડી પાસે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. કોટેજ ચોકડી પાસે ઝડપે આવતી એક કારે ચાલીને જતા વ્યક્તિને અડફેટેમાં લીધા હતા.

ટક્કર એટલી જોરદાર હતી કે ચાલીને જતા વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં લુણવાડા તાલુકાના હડમતીયા ગામના અંદાજિત 60 વર્ષના અર્જનભાઈ કાળાભાઈ પગી નામના વ્યક્તિનો કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર અર્જુનભાઈને એક કારે જોરદાર ટક્કર લગાવી હતી.

આ કારણસર તેમના માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર પહોંચી હતી તેથી તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ તથા પોલીસની ટીમ અને 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહ અને પોસ્ટમોર્ટમ માટે લુણવાડાની જનરલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અર્જનભાઈના મૃત્યુના કારણે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર અર્જનભાઈ રસ્તા ઉપર ચાલીને જતા હતા, ત્યારે એક તુફાન ગાડીએ તેમને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તુફાન ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા મૃતક વ્યક્તિના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર ચાલીને જતા વૃદ્ધ વ્યક્તિને તુફાન ગાડીએ કચડી નાખ્યા, વૃદ્ધ વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ… અકસ્માતની ઘટના જોઈને લોકોના રુવાટા ઉભા થઈ ગયા..!"

Leave a comment

Your email address will not be published.


*