‘બિપોરજોય’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, આ તારીખે વાવાઝોડું ગુજરાતમાં એન્ટ્રી મારી શકે છે..!

Published on: 6:23 pm, Mon, 12 June 23

Cyclone ‘Biporjoy’, Ambalal Patel: સોશિયલ મીડિયા પર અત્યારે બિપોરજોય વાવાઝોડાના કારણે જે દ્રશ્યો સર્જાઇ રહ્યા છે તેના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું(Ambalal Patel’s Biggest Prediction on Cyclone ‘Biporjoy’) વધુ પ્રચંડ બની રહ્યું છે. આ વાવાઝોડા નો ઝુકાવ ગુજરાત તરફ જોવા મળી રહ્યો છે, બિપોરજોયને(Biporjoy storm) લઈને અત્યારનુ મોટુ અપડેટ સામે આવ્યું છે. બિપોરજોય વાવાઝોડું પોરબંદર થી 340 કિલોમીટર અને દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય માંડવી આસપાસ લેન્ડફોલ કરશે.

સાથે જ વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 150 કિમી ની આસપાસ રહી શકે છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે જણાવ્યું છે કે આ વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી. પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં આ વાવાઝોડું આવી રહ્યું છે, વાવાઝોડું વધુ ભયાનક રહેવાની શક્યતા છે. માનવીની આસપાસ વાવાઝોડાના લેન્ડફોલ થવાની શક્યતા છે, વાવાઝોડા દરમિયાન 150 કિ.મી ની ઝડપે પવન ફુકાશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાવાઝોડાની વધુ અસર છે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે. આજથી બે દિવસ આંધી વંટોળ નું પ્રમાણ વધુ રહેશે, ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનુ પ્રમાણ ભયાનક રહેશે, વાવાઝોડામાં માલહાનિની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે.

વાવાઝોડાની અસર ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં પણ અસર દેખાશે. વાવાઝોડાના કારણે 15 જૂને ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે તો કેટલા ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. સાથે જ ગુજરાતમાં 14 થી 17 જૂન સુધી હળવો વરસાદ જોવા મળશે. વાવાઝોડા ના કારણે ગુજરાતના અનેક શહેરોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે વાવાઝોડું જેમ ગુજરાતની નજીક આવી રહી છે તેમ તેની સીધી અસર દરિયાકાંઠે જોવા મળી રહી છે. વાવાઝોડું અતિ પ્રચંડ બની શકે છે, આગામી 15મી જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાની શક્યતા છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાની વહીવટી તંત્રને એલર્ટ અપાયું છે.

પોરબંદર, જામનગર, ઓખા, સલાયા, મુન્દ્રા, માંડવી અને જખો પોટ ઉપર નવ નંબરનું અતિ ભયજનક સિગ્નલ લગાવ્યું છે. કચ્છના દરિયા કિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે 144 ની કલમ લગાવવામાં આવી છે. વાવાઝોડા ના કારણે ગુજરાતના તમામ દરિયા કિનારે ઊંચા ઊંચા મોજા ઉછણી રહ્યા છે અને ભારે પવન ફૂંકાઈ કાઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘બિપોરજોય’ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, આ તારીખે વાવાઝોડું ગુજરાતમાં એન્ટ્રી મારી શકે છે..!"

Leave a comment

Your email address will not be published.


*