તુનિષા પછી વધુ એક 22 વર્ષની સેલિબ્રિટીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, 3 દિવસ પહેલા ક્રિસમસના દિવસે પોતાના…જાણો સમગ્ર ઘટના…

Published on: 11:43 am, Wed, 28 December 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. થોડાક દિવસ પહેલા જાણીતી ટીવી એક્ટ્રેસ તુનિષાએ મેકઅપ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હજુ તો આ મામલો શાંત નથી પડ્યો ત્યાં એક 22 વર્ષની સોશિયલ મીડિયા સ્ટારે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ યુવતીનું નામ લીના નાગવંશી હતું અને તે છત્તીસગઢના રાયગઢની રહેવાસી હતી.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. વિગતવાર વાત કરીએ તો છત્તીસગઢના રાયગઢના રહેવાસી એચ આર નાગવંશી હાલમાં અંબિકાપુરમાં વરિષ્ઠ સહકારી નિરીક્ષક તરીકે કાર્યરત છે. તેમને બે દીકરીઓ અને એક પુત્ર છે. જેમાંથી સૌથી નાની દીકરી લીલા B.COMના બીજા વર્ષની વિદ્યાર્થીની હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે લીના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ હતી. તેના 10000થી પણ વધારે ફોલોઅર્સ હતા. એક ઘણી બધી રિલ્સ બનાવતી હતી. ત્રણ દિવસ પહેલા તેને ક્રિસમસના દિવસે એક રીલ્સ બનાવીને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ તે પોતાના ઘરે હતી.

ત્યારે તેની માતા બજારમાં ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે માતા જ્યારે બજારથી ઘરે આવી ત્યારે લીના પોતાના રૂમમાં ન હતી. ત્યારે માતાએ તેને બૂમ પાડીને બોલાવી હતી પરંતુ લીના તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા મળી ન હતી. આથી માતા લીનાને શોધવા માટે અગાસી ઉપર ગઈ હતી.

ત્યારે અગાસી નો દરવાજો બંધ હતો. ત્યારે માતાએ લીનાને બોલાવી પરંતુ લીના તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં. ત્યારે માતાને શંકા ગઈ અને માતાએ ગમે તેમ કરીને અગાસીનો દરવાજો ખોલ્યો. ક્યારે અગાસી ઉપર લીનાનું મૃતદેહ પાઇપમાં ચુંદડીના સહારે લટકતો જોવા મળ્યું હતું.

ત્યારબાદ માતાએ ચીસો પાડીને આસપાસના લોકોને ઘટના સ્થળે બોલાવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. લીનાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "તુનિષા પછી વધુ એક 22 વર્ષની સેલિબ્રિટીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, 3 દિવસ પહેલા ક્રિસમસના દિવસે પોતાના…જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*