ગોંડલ : ટ્રક અને ટાટા હેરિયર કાર વચ્ચે ટક્કર થતા યુવક અને યુવતીનું કમકમાટી ભર્યું મોત…કોઠારીયા ગામમાં માતમ છવાઈ ગયો…

Published on: 12:09 pm, Wed, 28 December 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભૂણાવા ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કોઠારીયા ગામના એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.

જ્યારે અન્ય એક અજાણી યુવતી અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન યુવતીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ગંભીર અકસ્માતની ઘટના બનતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર રાજકોટ નજીક આવેલા કોઠારીયા ગામમાં રહેતો અને રાજકોટ શહેરના ન્યારી ડેમ પાસે આવેલા ડીરાશ કાફેમાં મેનેજર તરીકે નોકરી કરતા 22 વર્ષના યુવકે આ અકસ્માતની ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા યુવકનું નામ હર્ષ ભરતભાઈ ભલાળા હતું.

તે પોતાની ટાટા હેરિયર કાર લઈને ગોંડલ તરફ આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં ભુણાવા ચોકડી પાસે GJ 07 X 7950 નંબરના ટ્રક સાથે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં હર્ષનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે અકસ્માતની ઘટનામાં અન્ય એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

આસપાસના લોકો યુવતીને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન યોગ્ય પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ મૃત્યુ પામેલા હર્ષના પરિવારના લોકો ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલી યુવતી કોણ છે અને ક્યાંની રહેવાસી છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે હાલમાં સમગ્ર ઘટનાને લઈને ટ્રક ચાલકની પૂછપરછ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગોંડલ : ટ્રક અને ટાટા હેરિયર કાર વચ્ચે ટક્કર થતા યુવક અને યુવતીનું કમકમાટી ભર્યું મોત…કોઠારીયા ગામમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*