લગ્નના 7 મહિના બાદ રાત્રે 2 વાગે પતિ-પત્ની વચ્ચે એવું થયું કે, પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 9:38 am, Sat, 22 October 22

આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પતિએ ધારદાર વસ્તુ વડે પોતાની પત્નીનો જીવ લઇ લીધો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર પત્નીનો જીવ લીધા બાદ આરોપી પતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના ગુરૂવારના રોજ રાત્રે જયપુર જિલ્લાના રાયસર પોલીસ સ્ટેશન વિસ્તારના બિલોડા ગામમાં બની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ સુનિતા હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. સુમિતાનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેના જ પતિ રામકરણએ લીધો હતો.

મળતી માહિતી અનુસાર બંનેના લગ્ન 7 મહિના પહેલા જ થયા હતા. બે દિવસ પહેલા સુમિતા પોતાના સાસરિયામાં આવી હતી. ત્યારે ગુરૂવારના રોજ રાત્રે સુમિતાનો જીવ તેના જ પતિએ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર સુનિતા પોતાના પિયરમાં ગઈ હતી. 18 ઓક્ટોબરના રોજ સુનિતા પોતાના સાસરિયામાં આવી ગઈ હતી.

ગુરૂવારના રોજ રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ રામકરણે તેની પત્ની સુનીતા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. આ ઘટનામાં સુનીતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. પત્નીનો જીવ લીધા બાદ પતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસ 4 વાગ્યાની આસપાસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સુનીતાના પરિવારજનોએ કહ્યું કે, રામકરણ તેની પત્નીને આગળ ન ભણાવવાની વાત કરતો હતો, કદાચ આ કારણોસર બંને વચ્ચે અને બનાવ બન્યા હશે અને આ ઘટના બની હશે. મળતી માહિતી અનુસાર સુનીતાના લગ્ન ચાર માર્ચ 2022 ના રોજ થયા હતા.

મળતી માહિતી અનુસાર રામકરણ પોતાની પત્નીને દહેજ માટે ખૂબ જ હેરાન કરતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી સામે ગુનો અભિને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. આરોપીની ધરપકડ થયા બાદ સમગ્ર ઘટનાને લઈને ખુલાસો થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નના 7 મહિના બાદ રાત્રે 2 વાગે પતિ-પત્ની વચ્ચે એવું થયું કે, પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*