ઘોબા ઉપડી જશે..! આ વ્યક્તિએ ડાયરા કલાકાર દેવાયત ખવડને એવી ધમકી આપી કે, દેવાયત ખવડને રાજકોટ…જાણો ધમકી આપનારનું નામ…

Published on: 10:23 am, Sat, 22 October 22

મિત્રો હાલમાં સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ના કારણે ઘણી વખત મોટા મોટા ઝઘડાઓ થઈ જતા હોય છે. સોશિયલ મીડિયામાં ઘણી વખત અનેક વિવાદો પણ થાય છે. ઘણી વખત આ વિવાદો એટલા વધી જાય છે કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે.

ત્યારે ફરી એક વખત એવો જ વિવાદ સામે આવ્યો છે. ગુજરાતના લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. દેવાયત ખવડનો જીવ લેવાની ધમકી મળી હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો sanjsamachar.netના એક અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે કે, ડાયરા કલાકાર દેવાયત ખવડનો જીવ લઈ લેવાની ધમકી મળી છે.

આ અંગે દેવાયત ખવડ જણાવ્યું કે, તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી લંડન રહેતા જીત રોહિત મોડાસિયાએ તેને આ ધમકી આપી છે. દેવાયત ખવડની આ ધમકી શા માટે મળે તેની હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા થઈ નથી. ધમકી મળ્યા બાદ દેવાયત ખવડ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર અને ડીસીપી ને આ અંગે ફરિયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમગ્ર ઘટનાની ફરિયાદ મળતા જ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા પણ સોશિયલ મીડિયા ઉપર દેવાયત ખવડ ઘણી વખત વિવાદોમાં આવી ગયા છે. અગાઉ દેવાયત ખવડ અને સુરતની કીર્તિ પટેલ વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ બંનેનું સમાધાન થઈ ગયું હતું.

થોડાક સમય પહેલા જ બ્રીજરાજદાન ગઢવી સાથે પણ દેવાયત ખવડને મન ભેદ થયો હતો અને ત્યારબાદ આ વાતનું પણ સમાધાન થયું હતું. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ દેવાયત ખવડને ધમકી શા માટે મળી છે તેની જાણકારી મળશે. હાલમાં આ ઘટનાને લઈને ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘોબા ઉપડી જશે..! આ વ્યક્તિએ ડાયરા કલાકાર દેવાયત ખવડને એવી ધમકી આપી કે, દેવાયત ખવડને રાજકોટ…જાણો ધમકી આપનારનું નામ…"

Leave a comment

Your email address will not be published.


*