‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં આમ આદમી પાર્ટીને જનતા તરફથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે : ગોપાલ ઇટાલિયા

Published on: 11:51 am, Fri, 16 September 22

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ લગભગ ત્રીજી સપ્ટેમ્બરે રાજકોટ શહેર કે આમ આદમી પાર્ટીની ગેરંટી રજીસ્ટ્રેશન ની કેમ્પેઈન ની શરૂઆત કરી હતી.સ્થાનિક વિસ્તારોમાં જઈને આમ આદમી પાર્ટીએ પ્રચાર શરૂ કર્યો છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં ડોર ટુ ડોર જઈ કેમ્પિયન શરૂ કર્યું હતું.

આ કેમ્પેઈનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટી દ્વારા આપવામાં આવે ગેરંટીઓ ની માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને ગુજરાતમાં ખૂબ જ મજબૂત થઈ રહી છે.આમાંથી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ગઈકાલે અમદાવાદના કલાપી નગર ખાતે આ પ્રચારની શરૂઆત કરીને અમદાવાદના લોકોને ગેરંટીઓ ની માહિતી

આપી હતી અને સ્થાનિક લોકો વચ્ચે જઈને લોકો સાથે ચર્ચા કરી હતી. આમ આદમી પાર્ટીની મહત્વતા અને પાર્ટીએ દિલ્હીમાં કરેલા કામો વિશે માહિતી આપીએ તેને લોકો દ્વારા ભોપાલ ઇટાલીયા ને ખુબ જ સારો આવકાર આપવામાં આવ્યો હતો.લોકો સાથે વાત કર્યા બાદ ગોપાલ ઇટાલીયા એ જાતે જ લોકોને રજીસ્ટ્રેશન માટે લોકો પાસે આમ આદમી

પાર્ટીના રજીસ્ટ્રેશન નંબર પર મિસ કોલ કરાવ્યા અને ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પિયન અંતર્ગત લોકોના નામ અને વિધાનસભાનું નામ અને ફોન નંબર તેમજ પરિવારની સંખ્યા અને અન્ય માહિતી લઈને લોકોને રોજગારી ગેરંટી કાર્ડ મફત વીજળી કાર્ડ અને મહિલા ગેરંટી કાર્ડ આપ્યું હતું.ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં આમ આદમી પાર્ટીને જનતા તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. ખુબ જ મોટી સંખ્યામાં લોકો ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં આમ આદમી પાર્ટીને જનતા તરફથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે : ગોપાલ ઇટાલિયા"

Leave a comment

Your email address will not be published.


*