અમદાવાદના યુવાને સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “પરિવારને મૂકીને જવું ગમતું નથી પણ શું કરવું”…

Published on: 5:53 pm, Mon, 25 July 22

મિત્રો ગુજરાત રાજ્યમાં સુસાઇડની ઘટના હવે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે દિવસેને દિવસે ગુજરાત રાજ્યમાં સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં 23મી જુલાઈના રોજ 42 વર્ષે રોનક પટેલ નામના યુવાને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બન્યા બાદ રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટના ને લઈને કાર્યવાહી હાથ ધરી હતી.

રોનક પટેલે સુસાઇડ કરતા પહેલા પોલીસ કંટ્રોલ રૂમમાં એક સુસાઇડ નોટ મોકલી હતી. જેમાં સુસાઇડના પાછળના કારણો ખુલ્યા છે. રોનક પટેલના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. રોનક પટેલે ચાર પેજ ની સુસાઇડ નોટ લખી હતી.

જેમાં રોનક પટેલે લખ્યું હતું કે, હું રોનક કુમાર બાબુલાલ દિલ પર પથ્થર રાખીને મજબૂરીમાં આ પગલું લઈ રહ્યો છું. મારા મૃત્યુના મુખ્ય કારણ રાકેશ ઉનડકટ અને તેની સાથેના માણસો મારુતિ ભાઈ, કૃણાલભાઈ અને ધવલભાઈ જવાબદાર છે. રાકેશભાઈ દરેક વાતમાં સમર્થન આપી મને દબાણમાં લેવા અને આ પગલું મજબૂર કરવા મજબૂર કર્યો છે.

વધુમાં રોનક પટેલે લખ્યું હતું કે, ENGITECH SOLUTION કંપનીના જુના મશીન પર તેમણે કરેલી લોન પરથી 14 જૂન 2020 માં નોટરી કરારથી મારા નામની પ્રોપરરાઇટર ફર્મમાં વગર પૈસા રોકાણી લોન કરાવી રાકેશ ઉનડકટ ભાગીદાર બન્યા હતા. રોનક પટેલે લખ્યું હતું કે, રાકેશે કહ્યું હતું કે તારી કંપનીમાં આપણા બંનેના નામે લોન કરાવશું અને મશીન પ્રોપર્ટી તથા નફામાં બંનેનો સરખો ભાગ રહેશે.

તેવી વાત સાંભળીને હું તૈયાર થઈ ગયો હતો. પરંતુ રાકેશ બંનેના નામે લોન કરાવવાની જગ્યાએ મારા એકલા ના નામે લોન કરી અને નફામાં 50% ભાગીદાર બન્યો હતો. આ ઉપરાંત રોનકભાઈ પોતાના સંબંધીઓ વિશે લખ્યું હતું કે, તનિકા અને આરવને વિનંતી કરું છું કે મારી જિંદગીમાં હું તમારા માટે કાંઈ પણ કરી શક્યો નથી.

પરિવારને મૂકીને જવાનું મન નથી થતું પરંતુ શું કરું? વધુમાં રોનકભાઈએ લખ્યું હતું કે, મમ્મી પપ્પાને આ ઉંમરે મૂકીને જવું છું એ માટે ભગવાન મને માફ કરજો. આ ઉપરાંત સુસાઇડ નોટમાં રોનકભાઈ અન્ય વ્યથાઓ પણ વ્યક્ત કરી હતી. અને પોતાની ધંધાની પણ અનેક વાતો લખી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદના યુવાને સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “પરિવારને મૂકીને જવું ગમતું નથી પણ શું કરવું”…"

Leave a comment

Your email address will not be published.


*