એક યુવતીએ પોતાની માતાની નજર સામે, સાઈકલ સવારે યુવકનો જાહેરમાં જીવ લઈ લીધો – જાણો એવું તો શું થયું હશે કે યુવતીએ આ પગલું ભર્યું…

Published on: 6:22 pm, Mon, 25 July 22

હાલમાં બનેલો એક જ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સાંભળીને તમે પણ હચમચી જશો. આ ઘટનામાં એક સગીર યુવતીને સાઈડ ન આપતા એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર યુવતીએ ધારદાર વસ્તુ વડે યુવકના ગળાના ભાગે પ્રહાર કર્યા હતા. અને ત્યારબાદ યુવતી ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનાના થોડાક સમયમાં જ પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી લીધી હતી. પોલીસ સ્ટેશન લઈ જઈને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટના બન્યા બાદ આરોપી યુવતીના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર રવિવારના રોજ બપોરે યુવતી તેની માતાની સાથે સ્કુટી પર કાંઈક જઈ રહી હતી. મળતી માહિતી અનુસાર સુદામા નામનો યુવક રસ્તા ઉપર આગળ સાયકલ લઈને જતો હતો. ત્યારબાદ સાંકડા રસ્તા ઉપર યુવતીએ સુદામાને હોન વગાડીને દૂર ખસી જવાનું કહ્યું હતું.

પરંતુ સુદામાને યુવતીને આગળ જવા માટે જગ્યા ન આપી. આ દરમિયાન અચાનક યુવતીની સ્કૂટીનું સંતુલન બગડી જાય છે અને યુવતીની માતા નીચે પડી જાય છે. જેના કારણે યુવતી ખૂબ જ ગુસ્સામાં આવી ગઈ હતી. ત્યારબાદ યુવતી સાઇકલ સવાર સુદામાને પકડવા માટે તેની પાછળ દોડી હતી.

ત્યારબાદ યુવતીએ પોતાના પર્સમાં રહેલી ધારદાર વસ્તુ બહાર કાઢીને સુદામાના ગળા ઉપર ફેરવી નાખી હતી. આ ઘટનામાં સુદામાનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાને લઈને લોકોએ જણાવ્યું કે સુદામા સાંભળી કે બોલી શકતું ન હતો. જેના કારણે યુવતીએ વગાડેલો ફોન સુદામાને સંભળાયો ન હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી હાથ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક યુવતીએ પોતાની માતાની નજર સામે, સાઈકલ સવારે યુવકનો જાહેરમાં જીવ લઈ લીધો – જાણો એવું તો શું થયું હશે કે યુવતીએ આ પગલું ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*