શું ગુજરાત પર તોળાઈ રહ્યો છે જળસંકટ નો ખતરો? ગુજરાતના જળાશયોમાં હાલ બચ્યું છે માત્ર આટલું પાણી,જાણો…

Published on: 10:36 am, Fri, 26 April 24

એપ્રિલ મહિનામાં જ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે એપ્રિલ મહિનાના અંતમાં ગુજરાતમાં જળ સંકટના પણ એંધાણો જોવા મળી રહ્યા છે. ગુજરાતના ડેમોમાં પાણીની સ્થિતિના હાલના આંકડા તમે જોશો

તો પાણીને લઈને લગભગ ખેડૂત તરીકે અથવા રાજ્યના વ્યક્તિ તરીકે ચિંતામાં મુકાઈ જશે.ગુજરાતમાં પડી રહેલી કાળજાળ ગરમીની સિદ્ધિ અસર રાજ્યના વિવિધ ડેમોના જળસંગ્રહ પર થઈ રહી છે અને જેના પરિણામે ગુજરાત પર જળ સંકટના એંધાણો વર્તાઈ રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં જળાશયોમાં હાલની સ્થિતિએ 47 ટકા જેટલું પાણી છે જ પરંતુ તે ઝડપથી જળાશયોના પાણીના જથ્થામાં ઘટાડો થઈ રહ્યો છે અને 23 માર્ચના રોજ ડેમોના પાણીનો જથ્થો કુલ 58 ટકા હતો મતલબ કે 30 દિવસમાં રાજ્યમાં 11 ટકાનો ઘટાડો થયો છે.

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકા પાણી છે ને રાજ્યના 67 જળાશયો એવા છે જેમાં 10 ટકા થી પણ ઓછું પાણી છે. 25% થી ઓછા જળસંગ્રહ હોય એવા જળાશયોની સંખ્યા 114 છે એટલે કે રાજ્યના અડધાથી પણ વધુ જળાશયોમાં 25% થી પણ ઓછું પાણી છે.

રાજ્યમાં હજુ વરસાદનું આગમન થવાને ઓછામાં ઓછા બે મહિના બાકી છે વળી જળાશયોમાં નવા નીરતો સામાન્ય સંજોગોમાં જુલાઈ માસમાં જ આવતા હોય છે જેના કારણે ગુજરાતમાં પરિસ્થિતિ કદાચ વિકત બની શકે તેવી શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "શું ગુજરાત પર તોળાઈ રહ્યો છે જળસંકટ નો ખતરો? ગુજરાતના જળાશયોમાં હાલ બચ્યું છે માત્ર આટલું પાણી,જાણો…"

Leave a comment

Your email address will not be published.


*