ઝડપી કારે ફૂટપાથ પર ઉભેલા 3 માસુમ બાળકોને કચડી નાખ્યા, ત્યાર પછી કંઈક એવું બન્યું કે…જુઓ રૂવાટા ઉભા કરી દેનારો અકસ્માતનો વિડીયો…

Published on: 5:05 pm, Sun, 18 December 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી વખત એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે અથવા તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવું પડતું હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે તો ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટનામાં એક કાર ચાલકે ફૂટપાથ પર ઉભેલા ત્રણ બાળકોને કચડી નાખ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક બેકાબુ કાર ફૂટપાથ પર ઉભેલા ત્રણ બાળકોને કચડી નાખે છે. આ ઘટનામાં ત્રણેય બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બાળકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર હાલમાં જાણવા મળી રહ્યું છે કે બાળકોની હાલત ગંભીર છે. સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ કારચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કરી દીધું હતું.

ઇજાગ્રસ્ત થયેલા બે બાળકોની ઉંમર 10 વર્ષની હતી જ્યારે અન્ય એક બાળકની ઉંમર 6 વર્ષની હતી. આ ઘટનાની માહિતી મળતા જ બાળકના પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતની ઘટના દિલ્હીના ગુલાબબાગ વિસ્તારમાં રવિવારના રોજ એટલે કે આજરોજ બની હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર 30 વર્ષના ગજેન્દ્ર નામના વ્યક્તિએ સ્કૂલ પાસે ફૂટપાથ પર ઉભેલા 3 માસુમ બાળકોને કચડી નાખ્યા હતા. ત્યારબાદ બાળકોને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બે બાળકોની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. જ્યારે છ વર્ષનો માસુમ બાળકની હાલત હજુ પણ ગંભીર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી કારે ફૂટપાથ પર ઉભેલા 3 માસુમ બાળકોને કચડી નાખ્યા, ત્યાર પછી કંઈક એવું બન્યું કે…જુઓ રૂવાટા ઉભા કરી દેનારો અકસ્માતનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*