શું દેવાયત બચી જશે..! દેવાયત ખવડના વકીલનો કર્યો દાવો, પોલીસે કરેલી FIR સંપૂર્ણ પણે ખોટી છે અને CCTV જે વ્યક્તિ… શું દેવાયત ખવડને કડકમાં કડક સજા થવી જોઈએ..?

Published on: 5:34 pm, Sun, 18 December 22

હાલમાં તો લોકસાહિત્યકાર દેવાયત ખવડ ચર્ચાનો વિષય બન્યા છે. દેવાયત ખવડે રાજકોટમાં સાત ડિસેમ્બરના રોજ પોતાના બે સાથીદારો સાથે મળીને મયુર સિંહ રાણા નામના વ્યક્તિ પર જીવલેણ પ્રહાર કર્યા હતા. ત્યારબાદ દેવાયત ખવડ પોતાના અલીશાન ઘરને તાળું મારીને અંડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો. ઘટનામાં પોલીસ ફરિયાદમાં દેવાયત ખવડ છેલ્લા દસ દિવસથી પોલીસની પકડથી દૂર હતો.

આ ઘટનાનો ભોગ બનેલા મયુરસિંહ રાણાએ ન્યાય માટે PMOમાં લેખિત ફરિયાદ કરી હતી. ત્યાર પછી તો દેવાયત ખવડને રેલો આવી ગયો હતો અને તે સામેથી જ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થઈ ગયો હતો. દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થતા જ રાજકોટ એ ડિવિઝન પોલીસ દેવાયત ખવડની ધરપકડ કરવા પહોંચી ગઈ હતી.

ત્યાર પછી દેવાયત ખવડને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. જ્યારે દેવાયત ખવડને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો તેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું હતું. જેમાં દેવાયત ખવડ હસતા મોઢે પોલીસ સ્ટેશનમાં આવતો જોવા મળ્યો હતો. ક્યારે દેવાયત ખવડે મીડિયા ને નિવેદન આપ્યું હતું કે સમય આવશે ત્યારે જવાબ આપીશું.

આ સમગ્ર ઘટનાને લઈને ACP ભાર્ગવ પંડયાએ જણાવ્યું હતું કે દેવાયત ખવડને સેલિબ્રિટી તરીકે નહીં આરોપી તરીકે ટ્રીટમેન્ટ આપવામાં આવશે. ત્યારે હવે દેવાયત ખવડના વકીલનું ચોકાવનારું નિવેદન સામે આવ્યું છે. દેવાયત ખવડના વકીલ ઉત્કર્ષ દવેના દાવા અનુસાર, કંઈકને કંઈક આ આપશે દુશ્મની નો મામલો છે એવું સામે આવી રહ્યું છે.

પોલીસની 307 હેઠળની આ FIR છે. આ FIR સંપૂર્ણ રીતે ખોટી છે. વધુમાં બચાવ પક્ષના વકીલે જણાવ્યું કે, આ પ્રોસીયુકેશનનો કેસ માનવો જોઈએ અને સીસીટીવી ફૂટેજ ના આધારે એફઆઇઆર કરવામાં આવે છે. તો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઈ વ્યક્તિએ કે જેનું મોઢું નથી દેખાતું. તે કોઈક ના પર દંડા અથવા તો લોખંડની પાઇપ વડે પ્રહાર કરી રહ્યો છે, તેના પગ પર પ્રહાર કરી રહ્યો છે.

માથાના ભાગે કોઈએ પ્રહાર કર્યો નથી. સાત થી આઠ વખત પ્રહાર કર્યા છે અને કોઈ ગંભીર ઈજા કરી નથી તો 307નો ઉમેરો તો ક્યારેય નહીં થાય. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે કોઈનું મોઢું દેખાઈ રહ્યું નથી. તે દેવાયત ખવડ છે કે નહીં તે પણ નથી દેખાઈ રહ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "શું દેવાયત બચી જશે..! દેવાયત ખવડના વકીલનો કર્યો દાવો, પોલીસે કરેલી FIR સંપૂર્ણ પણે ખોટી છે અને CCTV જે વ્યક્તિ… શું દેવાયત ખવડને કડકમાં કડક સજા થવી જોઈએ..?"

Leave a comment

Your email address will not be published.


*