દેવાયત ખવડ અને મયુરસિંહ રાણા વચ્ચે એક વર્ષ પહેલાં થયું હતું સમાધાન…જુઓ વાયરલ વિડિયો…

Published on: 10:19 am, Mon, 19 December 22

હાલમાં ચર્ચાનો વિષય બનેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડને તો તમે બધા જરૂર ઓળખતા હશો. ત્યારે દેવાયત ખવડ અને તેના બે સાથીદારોની આજ સાંજે 4 વાગે રિમાન્ડ પૂર્ણ થશે. રિમાન્ડ પૂર્ણ થયા પૂર્વે તમામ આરોપીઓને આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે સંભવિત છે કે કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જેલ ભેગા કરવામાં આવશે.

આ બધા વચ્ચે દેવાયત ખવડ અને મયુરસિંહ રાણાનો એક જુનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો એક વર્ષ પહેલાનો છે અને આ વિડીયો મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચેના સમાધાનનો છે. લગભગ એક વર્ષ પહેલા પાર્કિંગ બાબતે લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને મયુરસિંહ રાણા અમને સામને આવ્યા હતા.

બંને પક્ષ વચ્ચે શાંતિ અને સુલેહનું વાતાવરણ બની રહે તે માટે કરણી સેનાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજા, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ગણેશ જાડેજા સહિતના સામાજિક શ્રેષ્ટિઓ તેમજ આગેવાનોએ મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બંનેનું સમાધાન કરાવનાર સામાજિક આગેવાનોને એમ હતું કે, હવે તો બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું છે બંને પક્ષ કોઈ પણ જાતના શાંતિનો ભંગ નહીં કરે. પરંતુ કાંઈક ને કાંઈક એક વર્ષ બાદ પણ બંને પક્ષકારો સામ સામે આવી ગયા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે પીડિત મયુરસિંહ રાણા પર આક્ષેપ છે કે તેમને સોશિયલ મીડિયામાં દેવાયત ખવડ અને તેમના પરિવારજનો ઉપર ન બોલવાના શબ્દો બોલ્યા હતા. ત્યારે બીજી તરફ 7 ડિસેમ્બરના રોજ આરોપી દેવાયત ખવડ દ્વારા પોતાના બે સાથીદારો સાથે મળીને મયુરજી રાણા પર જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી દેવાયત ખવડ સામે ગુનો નોંધ્યો હતો.

પછી તો આરોપી દેવાયત ખવડ ફરાર થઈ ગયો હતો. ઘટનાના દસ દિવસ બાદ આરોપી દેવાયત ખવડ સામેથી પોલીસ સમક્ષ રજૂ થઈ ગયો હતો. અને બીજા દિવસે અન્ય બે આરોપીઓ પણ સામેથી જ પોલીસ સમક્ષ રજૂ થઈ ગયા હતા. હવે આજરોજ કોર્ટમાં જોવાનું રહ્યું કે દેવાયત ખવડ અને તેના બે સાથીદારો સાથે શું થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દેવાયત ખવડ અને મયુરસિંહ રાણા વચ્ચે એક વર્ષ પહેલાં થયું હતું સમાધાન…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*