મેળામાં જઈ રહેલા પરિવારની કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, પરિવારના 6 લોકોના કરુણ મૃત્યુ, ઘટના જાણીને રુવાટા ઉભા થઈ જશે…

Published on: 10:34 am, Thu, 8 September 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બાઈક ચાલકને બચાવવામાં કાર રોંગ સાઈડમાં ચાલી ગઈ હતી. આ દરમિયાન સામેથી આવતા ટેન્કરે કારને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે 2 લોકોના હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યા હતા.

કારમાં સવાર તમામ લોકો મેળામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરે કારને 20 ફૂટ સુધી ખસેડી હતી. આ ગંભીર અકસ્માતની ઘટના સિરોહી જિલ્લાના આબુરોડ ઉપર સ્થિત રિકો વિસ્તારમાં બની હતી. આ ગંભીર અકસ્માતની ઘટના બનતા ચારે બાજુમાં છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર તમામ લોકો પાલી જિલ્લાના બાલી વિસ્તારના રહેવાસી હતા. આ તમામ લોકો બુધવારના રોજ સીરોહીમાં સરનેશ્વરના મેળામાં દર્શન કરવા માટે ગુજરાત જઈ રહ્યા હતા.

લગભગ સાંજે 6.45 વાગ્યાની આસપાસ તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર કારની સામે અચાનક જ બાઈક આવી જતા બાઇકને બચાવવા કાર રોંગ સાઈડમાં ચાલી ગઈ હતી. આ દરમિયાન ગુજરાત તરફથી આવી રહેલા એક ગેસના ટેન્કરે કારને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયા હતા. ઉપરાંત બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતા. અકસ્માતની ઘટના બની આબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં ચાર પુરુષો, એક મહિલા અને 12 વર્ષની છોકરીનું મૃત્યુ થયું છે. તમામ લોકો કલોલ (ગુજરાત) જતા હતા. આ ગંભીર અકસ્માતની બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મેળામાં જઈ રહેલા પરિવારની કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, પરિવારના 6 લોકોના કરુણ મૃત્યુ, ઘટના જાણીને રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*