ગોંડલમાં મોર્નિંગ વોક પર નીકળેલી પોલીસ કોન્સ્ટેબલની પત્નીને કાર ચાલકે કચડી નાખી, સાત દિવસની સારવાર બાદ મહિલાનું મોત… ત્રણ બાળકો માં વગરના થઈ ગયા…

Published on: 5:15 pm, Sat, 15 July 23

આજકાલ અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે આજથી સાત દિવસ પહેલા ગોંડલના ગુંદાળા ચોકડી પર આવેલા ઓવરબ્રિજ પર વહેલી સવારે વોકિંગ પર નીકળેલી એક મહિલાને અજાણ્યા કાર ચાલકે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સાત દિવસની સારવાર બાદ મહિલાનું હોસ્પિટલમાં મોત થયું છે. વિગતવાર વાત કરીએ તો આઠ જુલાઈના રોજ વહેલી સવારે અજાણ્યા કાર ચાલકે મોર્નિંગ ત્રણ મહિલાઓને અડફેટેમાં લીધી હતી. ત્યારબાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે કારચાલકની શોધખોળ શરૂ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે સફેદ કલરની GJ 18 BC 2277 નંબરની કારે ત્રણ મહિલાઓને અડફેટેમાં લીધી હતી.

આ ઘટનામાં અસ્મિતાબેન રંજનબેન અને જયશ્રીબેન નામની ત્રણ મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અકસ્માત નો શિકાર બનેલી ત્રણેય મહિલાઓ પોલીસ લાઈનમાં રહે છે.

આ અકસ્માતની ઘટનામાં 36 વર્ષના અસ્મિતાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, આ કારણોસર તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગર્ત રાત્રે અસ્મિતાબેન એ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અસ્મિતાબેન ના પતિ અમૃતભાઈ છેલ્લા એક વર્ષથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અસ્મિતાબેન નું મોત થતા જ બે દીકરી અને એક દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં તો પોલીસે કારચાલક ને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગોંડલમાં મોર્નિંગ વોક પર નીકળેલી પોલીસ કોન્સ્ટેબલની પત્નીને કાર ચાલકે કચડી નાખી, સાત દિવસની સારવાર બાદ મહિલાનું મોત… ત્રણ બાળકો માં વગરના થઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*