બાઈકના આગળના ટાયરમાં ફસાઈ ગયો વાંદરો, વિડીયો જોઈને તમે પણ ચોકી જશો – જુઓ વાયરલ વિડિયો…

Published on: 3:40 pm, Wed, 9 November 22

સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા વિડીયો સામે આવતા હોય છે. જે જોઈને આપણને પણ વિશ્વાસ આવતો ન હોય. ત્યારે હાલમાં એક વાંદરાનો ચોકાવનારો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં પૂરપાટ ઝડપે જતી બાઇકના આગળના ટાયરમાં વાંદરો ફસાઈ ગયો હતો.

સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કાંઈ થયું નથી. પરંતુ બાઈકના આગળના ટાયરમાં વાંદરો ફસાઈ ગયો હતો. ફસાયેલા વાંદરાને જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો દંગ થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ વાયરલ થઈ રહેલો વિડિયો ઉત્તર પ્રદેશના બારાબંકીનો છે તેવું જાણવા મળી રહ્યું છે.

અહીં એક વાંદરો રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે પૂરપાટ ઝડપે જતી બાઈકે વાંદરાને અડફેટેમાં લીધો હતો. આ અકસ્માતની ઘટનામાં વાંદરો બાઇકના આગળના ટાયરમાં ફસાઈ ગયું હતું. જેના કારણે બાઇક ચાલકે તાત્કાલિક બાઈક રોકી દીધી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

લોકો વિચારી રહ્યા છે કે સાવ નાનકડી એવી જગ્યામાં વાંદરો કેવી રીતે ફસાઈ ગયો હશે. આ અકસ્માતની ઘટનામાં વાંદરો અને બાઇક સવાર યુવક બંને સુરક્ષિત છે. સમગ્ર ઘટના બન્યા બાદ બાઇકનું આગળનું ટાયર ખોલીને વાંદરાને બહાર કાઢવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by TV9 Bharatvarsh (@tv9bharatvarsh)

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર tv9bharatvarsh નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં પોત પોતાની અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈકના આગળના ટાયરમાં ફસાઈ ગયો વાંદરો, વિડીયો જોઈને તમે પણ ચોકી જશો – જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*