ગોવિંદભાઈ ધોળકિયા પોતાની કંપનીના સ્ટાફના પરિવારના 1200 લોકોને આ જગ્યા પર ફરવા લઈ ગયા, ફરવાનો બધો ખર્ચો ગોવિંદકાકા આપશે…

Published on: 4:05 pm, Wed, 9 November 22

સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા ગોવિંદભાઈ ધોળકિયાને તો તમે બધા ઓળખતા હશો. ગોવિંદભાઈ ધોળકિયા હંમેશા પોતાના સેવાકીય કાર્યોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. દેશ વિદેશમાં જાણીતા અને 1500 કરોડ રૂપિયાનું ટન ઓવર કરતી DTC સાઈડ હોલ્ડર કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના માલિક ગોવિંદભાઈ ધોળકિયાના એક અનોખા કાર્ય વિશે આજે આપણે વાત કરવાના છીએ.

ગોવિંદભાઈ ધોળકિયા હંમેશા પોતાના કર્મચારીઓને કાંઈક ને ક્યાંક વસ્તુઓ આપતા હોય છે. ગોવિંદભાઈ ધોળકિયા પોતાના કંપનીના સ્ટાફ ના પરિવારના 1200 લોકોને વેકેશનમાં ઉતરાખંડ ફરવા લઈ ગયા હતા. 14 દિવસના પ્રવાસમાં ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના સ્ટાફ અને તેમના પરિવારજનોને મોજ કરાવી દીધી હતી. એક ખૂબ જ ખાસ ટ્રેનમાં ગોવિંદભાઈ ધોળકિયા પોતાના કંપનીના સ્ટાફને ઉતરાખંડ લઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર SRK દ્વારા કંપનીના કર્મચારીઓ અને તેમના પરિવારજનો મળીને બારસો લોકોને ચાટર્ડ ટ્રેન મારફતે ઋષિકેશની યાત્રાએ લઈ જવામાં આવ્યા હતા. ખાસ કરીને ઋષિકેશમાં કંઈ આપવા માટે આ યાત્રાનો આયોજન 10 વર્ષથી કરવામાં આવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે SRK કંપની દ્વારા છેલ્લા દસ વર્ષથી ગંગાના કિનારે સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ગત 22 ઓક્ટોબર ના રોજ સુરત રેલવે સ્ટેશન પરથી ગંગા એક્સપ્રેસ ચાટર્ડ ટ્રેન દ્વારા એસઆરકે કંપનીના સ્ટાફ અને તેમના પરિવારજનો મળીને કુલ 1200 લોકોને સુરતથી ઋષિકેશ લઈ જવામાં આવ્યા હતા. ફરવા જવાનો તમામ ખર્ચો ગોવિંદભાઈ ધોળકિયાએ ઉપાડ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે ઋષિકેશની યાત્રા માત્ર યાત્રા નહીં પરંતુ મનોરંજન સાથે સ્વવિકાસ થાય તે માટે વિવિધ એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

4 નવેમ્બર ના રોજ કંપનીના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારના લોકો ગંગા એક્સપ્રેસ દ્વારા સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. ઉતરાખંડ મહિલા આયોગના અધ્યક્ષ પણ SRK કંપનીના સફાઈ અભિયાનમાં જોડાયા હતા. ઋષિકેશ યાત્રા દરમિયાન ગંગાઘાટ, ગંગા કિનારે અને ગલીઓમાં સફાઈ યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

એટલું જ નહીં પરંતુ બ્લડ કેમ, રંગોળી સ્પર્ધા, આકાશ બાજી કાર્યક્રમ, પતંજલિ આશ્રમની મુલાકાત, ક્રિકેટ વોલીબોલ ટુર્નામેન્ટ વગેરે જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ઋષિકેશમાં દાંડિયા અને રાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગોવિંદભાઈ ધોળકિયા પોતાની કંપનીના સ્ટાફના પરિવારના 1200 લોકોને આ જગ્યા પર ફરવા લઈ ગયા, ફરવાનો બધો ખર્ચો ગોવિંદકાકા આપશે…"

Leave a comment

Your email address will not be published.


*