કતારગામ વિધાનસભાનો ઉમેદવાર બનાવવા બદલ હું અરવિંદ કેજરીવાલજીનો તથા ઈસુદાન ગઢવીનો આભાર માનું છું : ગોપાલ ઇટાલિયા

Published on: 4:41 pm, Wed, 9 November 22

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ ટ્વિટર દ્વારા ગુજરાત ની ચૂંટણી માટે મહત્વની માહિતી આપતા કહ્યું કે રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે અને ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા એવા ગોપાલભાઈ ઇટાલીયા સુરતની કતારગામ વિધાનસભા થી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાને કરંજ વિધાનસભાથી ગુજરાતની જનતા ચૂંટણી લડાવશે અને બંને યુવાનોને મારી શુભેચ્છા પાઠવું છું.

ગોપાલ ઇટાલીયા ગુજરાતની રાજનીતિમાં એક નવા ઉગતા સુરતનું કામ કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટી ખૂબ જ નાની ઉંમરે ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ પ્રમુખની જવાબદારી આપી હતી અને ગોપાલ ઇટાલીયા આ જવાબદારીને ખૂબ જ નિષ્ઠાપૂર્વક રહ્યા છે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને 27 સીટો જીતીને વિરોધ પક્ષમાં બેઠી હતી તેનો ખૂબ જ મોટો શ્રેય આમ આદમી પાર્ટીને જાય છે તેવું પણ આપના નેતાઓ કહી રહ્યા છે

મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓએ વધુમાં કહ્યું કે ગોપાલ ઇટાલીયા પર વધુમાં વધુ ખોટા કેસ કરવામાં આવ્યા છે અને તેમને ઘણી વખત જેલમાં પણ મોકલવામાં આવ્યા છે અને ગોપાલ ઇટાલીયા આમ આદમી પાર્ટીના અન્ય નેતા તથા કાર્યકર્તાઓની સાથે પેપર લીક ના મુદ્દા પર ભાજપના પ્રદેશ કાર્યાલય પર પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા ત્યાં ગોપાલ ઇટાલીયા સહિત અનેક આમ આદમી પાર્ટીના નેતાઓને બેરમપૂર્વક માર્યા હતા અને ઘણા દિવસ સુધી જેલમાં પૂરી પણ દેવામાં આવ્યા હતા પરંતુ ગોપાલ ઇટાલીયા સરકારની આવી કોઈ હરકતથી પરેશાન થયા નથી અને હંમેશા જનતા નું કામ માટે તત્પર છે તેવા નિવેદનો આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કતારગામ વિધાનસભાનો ઉમેદવાર બનાવવા બદલ હું અરવિંદ કેજરીવાલજીનો તથા ઈસુદાન ગઢવીનો આભાર માનું છું : ગોપાલ ઇટાલિયા"

Leave a comment

Your email address will not be published.


*