યુવકે ફેસબૂક પર લાઈવ આવીને ગૅલન્ડર મશીન પોતાના ગળા ઉપર ફેરવી નાખ્યું, ત્યારબાદ બન્યું કંઈક એવું કે…જુઓ ઘટનાનો વિડીયો…

Published on: 3:05 pm, Wed, 9 November 22

અમુક વખત ઘણી એવી વિચિત્ર ઘટનાના વિડીયો આપણી સામે આવતા હોય છે. જે જોઈને આપણે વિચલિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે તમને વિચલિત કરી દે તેઓ એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મંગળવારના રોજ એક યુવક ફેસબૂક પર લાઈવ આવીને એવું કૃત્ય કરે છે કે જે જોઈને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. પ્રેમમાં પાગલ આ યુવક ગૅલન્ડર મશીન પોતાના ગળા ઉપર ફેરવે છે.

જેના કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ યુવક યુપીના મહારાજગંજનો રહેવાસી છે. પરંતુ તે હૈદરાબાદમાં રહીને કામ કરે છે. આ ઘટનાની જાણ થતા જ યુવકના પરિવારના સભ્યો હૈદરાબાદ આવવા માટે રવાના થઈ ગયા છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર યુવકના સંબંધીઓએ જણાવ્યું કે, યુવકના લગ્ન એક યુવતી સાથે નક્કી થયા હતા.

બંનેના 30 નવેમ્બરના રોજ લગ્ન થવાના હતા. પરંતુ લગ્ન થાય તે પહેલા બંને વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ પછી યુવકે આ પ્રકારનો પગલું ભર્યું હતું. આવું પગલું ભરનારી યુવકનું નામ શૈલેષ છે. તે ફેસબુક પર લાઈવ થાય છે. ત્યારે તે પોતાની રૂમમાં બેઠેલો જોવા મળે છે. તે ફેસબુક પર લાઈવ થઈને યુવતીને પોતાની ફરિયાદો જણાવી રહ્યો હોય છે.

ત્યારબાદ શૈલેષ પોતાના મિત્રોને છેલ્લી વખત સલામ કહીને ગૅલન્ડર મશીન પોતાના હાથમાં લે છે અને ત્યારબાદ આ મશીન પોતાના ગળા ઉપર ફેરવે છે. જેના કારણે યુવકના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. 2.51 સેકન્ડ બાદ ફેસબૂક લાઈવ બંધ થઈ જાય છે. શૈલેષ ફેસબૂક પર આવીને પોતાની આપવીતી જણાવે છે. આ સમગ્ર ઘટનાની જાણ થયા બાદ શૈલેષ ના પરિવારના લોકો હૈદરાબાદ પહોંચી આવ્યા હતા.

હાલમાં શૈલેષની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. તેની હાલત ખૂબ જ નાજુક છે. ડોક્ટરનું કહેવું છે કે શૈલેષ બચી જશે પરંતુ તેને બોલવામાં ખૂબ જ મુશ્કેલી પડશે. શૈલેષે 25 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન પર ભારતની જીતની facebook પર પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ તેને બેવફા છોકરી વિશેની પણ પોસ્ટ મૂકી હતી. તે ડિપ્રેશનમાં હતો તેનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે.

તેને યુવતી ના નંબર સાથે તેનો ફોટો પણ facebook માં શેર કર્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે અને આ ઘટનાનો વિડીયો હાલવા સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતીએ વાત કરવાની ના પાડી જેના કારણે શૈલેષએ આ પગલું ભર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "યુવકે ફેસબૂક પર લાઈવ આવીને ગૅલન્ડર મશીન પોતાના ગળા ઉપર ફેરવી નાખ્યું, ત્યારબાદ બન્યું કંઈક એવું કે…જુઓ ઘટનાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*