સુરતમાં રસ્તાની વચ્ચોવચ જાહેરમાં એક વ્યક્તિનો કુરુતાપૂર્વક જીવ લઈ લેવામાં આવ્યો – જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…

Published on: 4:45 pm, Tue, 11 October 22

સુરત શહેરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. સતત આવી ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે લુખ્ખા તત્વોને પોલીસનો જરાક પણ ડર રહ્યો નથી. ધીમે ધીમે સુરત શહેર યુપી બિહાર બનતું હોય તેવું લાગી રહ્યું છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે જેવું લેવાના બનાવો બન્યા છે. શહેરના પંડોળ વિસ્તારમાં મોડી રાત્રે એક રત્ના કલાકારનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.

ત્યારે ગઈકાલે મોડી રાત્રે લાલગેટ વિસ્તારમાં એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. યુવકનો એવો કુરુતા પર્વક જીવ લેવામાં આવ્યો છે કે ઘટનાનો વિડીયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે અરવિંદ કોળી પટેલ નામના આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના લાલગેટ વિસ્તાર ખાતે આવેલા લીમડા ચોક વિસ્તારના મુખ્ય માર્ગ પર બની હતી. અહીં મોડી રાત્રે અંદાજે બે થી ચાર વાગ્યાના સમય દરમિયાન ફૂટપાથ પર રહેતા ભિક્ષુકનો કોઈ અન્ય ફૂટપટ પર રહેતા વ્યક્તિ જીવ લઈ લીધો હતો.

સમગ્ર ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિ મન ફાવે તેમ લાકડા વડે એક વ્યક્તિની ધુલાઈ કરી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ભિક્ષુક રસ્તા ઉપર જઈ રહ્યો હોય છે.

ત્યારે તેના માથાના ભાગે એક યુવક લાકડા વડે પ્રહાર કરે છે આ કારણોસર ભિક્ષકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણકારી વહેલી સવારે પોલીસને થઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા યુવકને કોઈ પણ લોકો ઓળખતા ન હતા.

આ સમગ્ર ઘટનાને લઈને લાલગેટ પોલીસે જીવ લેવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ ના આધારે જ પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં રસ્તાની વચ્ચોવચ જાહેરમાં એક વ્યક્તિનો કુરુતાપૂર્વક જીવ લઈ લેવામાં આવ્યો – જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*