લવજેહાદ : સુરતમાં 4 બાળકોનો પિતા 17 વર્ષની છોકરીને ભગાડી ગયો, તમે જ કહો આવા નરાધમ સાથે શું કરવું જોઈએ…

Published on: 5:10 pm, Tue, 11 October 22

સુરતમાં બનેલો વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવી રહ્યો છે. સુરત શહેરના સચિન નજીકના લાજપોર ગામ વિસ્તારમાં રહેતી આદિવાસી પરિવારની 17 વર્ષની દીકરીની ચાર બાળકોનો પિતા પોતાના પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. આ ઘટના બનતા જ સચિન પોલીસ દોડતી થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસી સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી હતી.

બીજી તરફ આ ઘટના બનતા જ સ્થાનિક લોકો ભારે રોષમાં ભરાયા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સચિન નવસારી રોડ પર સ્થિત રાજકોટ ગામ વિસ્તારમાં રહેતી આદિવાસી પરિવારની 17 વર્ષની દીકરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે નોકરી કરતી હતી.

રિક્ષામાં આવતી જતી વખતે 17 વર્ષની દીકરીનો પરિચય 48 વર્ષીય રીક્ષા ચાલક અબ્દુલ હમીદ હાસીમ મધી સાથે થયો હતો. દીકરીના નોકરીના જવાના સમયે અને પરત આવવાના સમયે અબ્દુલ તેનો પીછો કરતો અને દીકરીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી.

મળતી માહિતી અનુસાર ગત આઠ ઓક્ટોબરના રોજ દીકરી સવારે નોકરી પર ગઈ હતી ત્યારબાદ ઘરે પરત આવી ન હતી. તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. દીકરી જ્યાં નોકરી કરે છે. ત્યાં પરિવારના લોકો પહોંચ્યા ત્યારે દીકરી નોકરી પણ ન હતી. બીજી તરફ અબ્દુલ પણ પોતાના ઘરેથી ગાયબ થયેલો જોવા મળ્યો હતો.

ત્યારબાદ દીકરીના પરિવારજનોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. આશંકાના આધારે પરિવારના લોકોએ અબ્દુલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 17 વર્ષની દીકરીને ભગાડી જનાર અબ્દુલ ચાર બાળકોના પિતા છે. જે પૈકી બે દીકરીઓના તો લગ્ન થઈ ગયા છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને અબ્દુલની શોધ કોણે શરૂ કરી દીધી હતી.

પોલીસે આરોપી અબ્દુલની અજમેરમાં ધરપકડ કરી લીધી હતી. તે 17 વર્ષની દીકરીને ટ્રેનના મારફતે અજમેર લઈ ગયો હતો. પોલીસે આરોપીના મોબાઈલ લોકેશન ના આધારે તેને ઝડપી પાડ્યો હતો. હાલમાં પોલીસ આરોપીને લઈને અજમેર થી સુરત આવવા રવાના થઈ ગઈ છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લવજેહાદ : સુરતમાં 4 બાળકોનો પિતા 17 વર્ષની છોકરીને ભગાડી ગયો, તમે જ કહો આવા નરાધમ સાથે શું કરવું જોઈએ…"

Leave a comment

Your email address will not be published.


*