આ હિન્દુ રાજપુત પરિવારથી આખું પાકિસ્તાન ડરે છે..! પાકિસ્તાનના મોટા મોટા લોકો પણ આ પરિવારની સામે… જાણો વિગતવાર

Published on: 4:11 pm, Tue, 11 October 22

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાનની અંદર રહેતા હિન્દુ પરિવાર અને ત્યાંના લોકોની હાલત કેવી છે. અત્યારે પાકિસ્તાનની અંદર રહેતા હિન્દુ પરિવારો ઉપર ઘણા બધા અત્યાચારો થાય છે. ત્યારે આજે આપણે પાકિસ્તાનની અંદર રહેતા રાજવી પરિવારની વાત કરવાના છીએ. આ પરિવારથી આખું પાકિસ્તાન ડરે છે. તમે આ વાત સાંભળીને વિશ્વાસ નહીં આવે પરંતુ આ વાત એકદમ સાચી છે.

પાકિસ્તાનમાં રહેતો આ રાજવી પરિવાર આજે પાકિસ્તાનની અંદર ખૂબ જ શાંતિ અને ગૌરવથી રહે છે. પહેલા જ્યારે પાકિસ્તાન ભારતનો ભાગ હતો ત્યારે પાકિસ્તાનમાં ઘણા બધા રજવાડાઓ હતા. રજવાડાઓના ભાગલા પડ્યા પછી અમુક રજવાડાઓ પાકિસ્તાન દેશના ભાગમાં આવતા હતા. ત્યારે આજે આપણે પાકિસ્તાનમાં આવેલા ઉંમરકોટ રજવાડા વિશે વાત કરવાના છીએ.

ઉમરકોટા રજવાડાના રાજા કરણીસિંહ સોઢા છે. કરણીસિંહ સોઢા અને તેમનું પરિવાર પાકિસ્તાનની અંદર ખૂબ જ શાંતિ અને સન્માનથી રહે છે. ઉમરકોટા રજવાડાના રાજા પોતાના ક્ષેત્રના સિંહ કહેવામાં આવે છે. જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે ઘણા બધા નેતાઓ તેમના રજવાડાની મુલાકાત લે છે.

ચૂંટણીના સમયે નવાબ શરીફ થી લઈને ઇમરાન ખાન સુધીના ઘણા મોટા મોટા નેતાઓ તેમના રજવાડા પર આવતા હોય છે. એક મીડિયા એજન્સી તરફથી જાણવા મળી રહ્યું છે કે, કરણીસિંહ સોઢા પોતાના વિસ્તારની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું કર્યું છે. પાકિસ્તાનની અંદર આવેલા ઉમરકોટ રજવાડાના રાજા કરણીસિંહ સોઢા કોઈપણ રીતે રાજકારણમાં સક્રિય નથી. પરંતુ એવું કહેવામાં આવે છે કે તેમના ઇશારા પર રાજકારણ ચાલે છે.

કરણીસિંહ સોઢાની વાત કરવામાં આવે તો તેઓ ખૂબ જ મોંઘી મોંઘી ગાડીઓના શોક ધરાવે છે. તેઓ પોતાની સાથે હંમેશા બોડીગાર્ડ રાખે છે.કરણીસિંહ સોઢાના પિતાની વાત કરીએ તો તેમના પિતા હમીરથી પણ પોતાની પરાક્રમિક વ્યક્તિત્વને લઈને ખૂબ જ પ્રખ્યાત હતા. આ રાજવી પરિવાર પાકિસ્તાન દેશના રાજકારણની અંદર ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે, કરણીસિંહ સોઢાની સામે જોવામાં પણ કેટલાક લોકો ડર અનુભવતા હોય છે. હમીરસિંહના પિતા એટલે કે રાણા ચંદ્રસિંહ અમરકોટા શાસક પરિવારના હતા અને તેઓ સાત વખત સાંસદ અને કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા છે. રાણાચંદ્ર એ સ્વતંત્ર રીતે પાકિસ્તાન હિન્દુ પાર્ટીની રચના કરી હતી. આ ઉપરાંત તેમના સ્વજનો રંગ પણ ભગવો હતો. ધ્વજ ની અંદર ત્રિશૂલના નિશાન પણ છાપવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ હિન્દુ રાજપુત પરિવારથી આખું પાકિસ્તાન ડરે છે..! પાકિસ્તાનના મોટા મોટા લોકો પણ આ પરિવારની સામે… જાણો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*