બાઈક પર સવાર પતિ-પત્નીને ઝડપી કારે લગાવી જોરદાર ટક્કર, પતિની નજર સામે ગર્ભવતી પત્નીનું મોત… આખી ઘટના સાંભળીને આંખોમાં આંસુ આવી જશે…

Published on: 11:14 am, Fri, 18 August 23

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે ગુરૂવારના રોજ બનેલી આ અકસ્માતની ઘટનામાં એક ગર્ભવતી મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં 9 મહિનાની ગર્ભવતી મહિલા અને ગર્ભાશયમાં રહેલા બાળકનું મોત થયું છે.

જ્યારે મહિલાનો પતિ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જાણવા મળી રહ્યો છે કે અકસ્માતમાં મહિલાના પતિનો પગ તેના શરીરથી અલગ થઈ ગયો છે. પતિ પત્ની બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે એક કાર ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. હાલમાં તો પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. વિગતવાર વાત કરીએ તો આ અકસ્માતની ઘટના હરિયાણા માંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, રવિ નામના યુવકની પત્ની મમતા ગર્ભવતી હતી. મમતાને પ્રસ્તુતિની પીડા થઇ હતી, જેના કારણે રવિ તેણે હોસ્પિટલમાં લાવ્યો હતો.

અહીં હોસ્પિટલમાં મમતાને દાખલ કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે લગભગ સાંજના 6 વાગ્યાની આસપાસ રવિ ભોજન લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. મમતાને લગભગ રાત્રે લગભગ 11:30 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. પછી રવિ પોતાની પત્ની મમતાને બાઈક પર બેસાડીને ઘરે આવવા માટે નીકળ્યો હતો.

ત્યારે રસ્તામાં એક ઝડપી કારે રવિની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં રવિ અને તેની પત્ની મમતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ મમતા અને રવિને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મમતાનું મોત થઈ ગયું હતું. ડોક્ટરે મમતાના ગર્ભમાંથી બાળકને બહાર કાઢ્યો પરંતુ તેનું પણ મોત થઈ ગયું હતું. ઘટનામાં રવિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારચાલક વિરુદ્ધને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક પર સવાર પતિ-પત્નીને ઝડપી કારે લગાવી જોરદાર ટક્કર, પતિની નજર સામે ગર્ભવતી પત્નીનું મોત… આખી ઘટના સાંભળીને આંખોમાં આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*