ટ્રકમાં કપાસ ભરતી વખતે એક યુવકને એવું દર્દનાક મોત મળ્યું કે… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 10:50 am, Fri, 18 August 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રકમાં કપાસ ભરતી વખતે એક યુવકને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. વિગતવાર વાત કરીએ તો ચોટીલાના મફતીયાપરાનો એક યુવક હીરાસર ગામમાં ટ્રકમાં કપાસ ભરતી વખતે એક યુવકનું માથું ઉપરથી પસાર થતા વીજતાર સાથે અડી ગયું હતું.

જેના કારણે યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો. ત્યાર પછી યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તો યુવકનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જીવના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

કરંટ લાગવાના કારણે યુવકના મોતના સમાચાર મળતા જ આજુબાજુમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

જાણવા મળી રહ્યું હતું કે યુવક જ્યારે ટ્રકમાં કપાસ ભરી રહ્યો હતો, ત્યારે ઉપરથી પસાર થતા તાર સાથે યુવકનું માથું અડી ગયું હતું. જેના કારણે યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો અને તે ગંભીર રીતે દાઝી ગયો હતો. પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ગયું હતું.

થોડાક દિવસ પહેલા પણ આવી જ એક ઘટના ચોટીલા રાજકોટ હાઇવે ઉપર બની હતી. આ ઘટનામાં ટ્રક ઉપર દોરડું બાંધી રહેલા ડ્રાઇવર અને ક્લીનરનું મોત થઈ ગયું હતું. ડ્રાઇવર અને ક્લીનર ટ્રક ઉપર દોરડું બાંધી રહ્યા હતા. ત્યારે ઉપરથી પસાર થતાં વીજ તારને તેઓ અડી ગયા હતા અને બંનેને જોરદાર કરંટ લાગ્યો તો આ કારણોસર બંનેનું મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ટ્રકમાં કપાસ ભરતી વખતે એક યુવકને એવું દર્દનાક મોત મળ્યું કે… આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*