કાપડના વેપારીએ રેલ્વે સ્ટેશન પર ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ પહેલા કંઈક એવું કર્યું કે… જુઓ સુસાઈડના CCTV ફૂટેજ…

Published on: 4:41 pm, Fri, 31 March 23

દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રેલ્વે સ્ટેશન પર ટ્રેનની સામે કૂદીને એક વેપારીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર સૌપ્રથમ વેપારી રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ પર ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવે છે. ત્યારે વેપારી ટ્રેનના પાટા ઉપર સુઈ જાય છે. આસપાસ ઉભેલા લોકો વેપારીને બચાવવા માટે દોડે છે. પરંતુ ત્યાં સુધીમાં તો વેપારીના શરીર ઉપરથી ટ્રેન પસાર થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટના મંગળવારના રોજ સાંજના સમયે રાજા મંડી સ્ટેશન પર બની હતી. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ હરીશભાઈ હતું અને તેઓ એક વેપારી હતા. હરીશભાઈ કાપડ નો વેપાર કરતાં હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

यह फोटो मृतक व्यापारी हरीश देवनानी की है, कई दिनों से वह डिप्रेशन में था।

પોલીસને મૃત્યુ પામેલા વ્યક્તિ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં વેપારીએ લખ્યું હતું કે “મને માફ કરી દો”. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા વેપારીના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે વેપારી છેલ્લા ઘણા દિવસોથી ડિપ્રેશનમાં રહેતા હતા જેના કારણે તેમને આ પગલું ભર્યું છે.

સુસાઇડ કરતા પહેલા વેપારી પ્લેટફોર્મ પર બનેલા ચામુંડ માતાજીના મંદિરે દર્શન કરવા માટે પણ ગયા હતા. ત્યાર પછી વેપારીએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું. વેપારીના સુસાઇડ ના કારણે એક દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. વેપારીના મૃત્યુના સમાચાર પરિવારજનોને મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

વેપારીએ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કાપડના વેપારીએ રેલ્વે સ્ટેશન પર ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ પહેલા કંઈક એવું કર્યું કે… જુઓ સુસાઈડના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*