પૂરપાડ ઝડપે આવતો ટ્રક ઢાબામાં ઘૂસી ગયો, ઢાબામાં કામ કરતા એક યુવકનું દર્દનાક મોત…નબળા હૃદય વાળા વિડીયો ન જોતા નહીંતર…

Published on: 3:51 pm, Thu, 30 March 23

દેશભરમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ગંભીર અકસ્માતની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક એવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી ટ્રક ચાલકની બેદરકારીના કારણે એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો પંજાબના લુધિયાણામાં કરબા ખન્ના પાસે નેશનલ હાઈવે પરના ઢાબામાં પૂરપાટ ઝડપે આવતો એક ટ્રક ઘૂસી ગયો હતો. જેના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં ઢાબામાં કામ કરતો એક યુવક ટ્રકની અડફેટેમાં આવી ગયો હતો.

ढाबे में जा घुसा बेकाबू ट्रक, मची चीख-पुकार (तस्वीरें) - uncontrollable  truck rammed into a dhaba onde died-mobile

આ કારણોસર તેનું કરુણ મૃત્યુ થયું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જાણવા મળી રહ્યું છે તે ટ્રક સર્વિસ લાઈનમાં ખૂબ જ ઝડપમાં આવી રહ્યો હતો. આ દરમિયાન સર્વિસ લાઈનમાં એક કાર પણ આવતી હતી. જેના કારણે બચાવવામાં ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક ઢાબામાં ઘૂસી ગયો હતો.

આ ઘટનામાં 17 વર્ષના તિલક રામ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટના બની ત્યારે તિલક રામ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરે તિલક રામને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનામાં તિલક રામના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ કારણસર તેનું મૃત્યુ થયું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને ઢાબાના માલિકે જણાવ્યું કે, તિલક રામ ઢાબાની બહાર ઉભો રહેતો અને સીટી વગાડીને ગ્રાહકોને અંદર બોલાવતો અને ઉપરાંત ગ્રાહકોના વાહન પણ પાર્ક કરાવતો હતો. આ દરમિયાન સ્પીડમાં આવતા ટ્રકે તેને કચડી નાખ્યો હતો.

ઢાબાના માલિકનું કેવું છે કે ટ્રકનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે અને યુવકના પરિવારને આર્થિક મદદ મળે તે પણ માંગ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પૂરપાડ ઝડપે આવતો ટ્રક ઢાબામાં ઘૂસી ગયો, ઢાબામાં કામ કરતા એક યુવકનું દર્દનાક મોત…નબળા હૃદય વાળા વિડીયો ન જોતા નહીંતર…"

Leave a comment

Your email address will not be published.


*